પતિ: “તું વધારે જમીશ તો જાડી થઈ જઈશ અને મને તારી સાથે સેક્સ માણવાની મજા આવશે નહીં” જાણો વિગતે

350
TrishulNews.com

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અને દહેજ મામલે ફરિયાદની નોંધણી કરાવી હતી. તમને જણાવી દઈએ કે આ પરિણીતાનો પતિ ડોક્ટર હતો. વડોદરા તાલુકા પોલીસે ડોક્ટર પતિ સામે કલમ 498, 323, 506 , 504 મુજબ ફરિયાદ નોંધી છે.

પરિણીતાએ વડોદરાના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, રોજ ખાવા માટે પતિ માત્ર બે જ રોટલી આપતો હતો. તેઓ કહેતા હતા કે, જો તું વધારે જમીશ તો જાડી થઈ જઈશ અને મને તારી સાથે સેક્સ માણવાની મજા આવશે નહીં તેમ કહી ભુખી રાખતા હતાં.

પરણિતાએ આરોપ કર્યાં હતાં કે, મને મારા પિતાની સાથે અઠવાડિયામાં માત્ર એક જ વખત વાત કરવા જણાવેલ હતું. તેમજ જો વધુ વાત કરીશ અને જો હું જોઈશ તો તને મારીશ તેવી ધમકી પણ આપતો હતો. પરિણીતાએ ફરિયાદમાં કહ્યું હતું કે, પતિ મારી સાથે પશુ જેવો વ્યવહાર કરી અવાર-નવાર શારીરિક સુખ માણતો હોવાથી કંટાળીને તેના ત્રાસથી છુટવા હું પિયરમાં આવી ગઈ હતી.

આ સમગ્ર ઘટના વડોદરામાં ચર્ચાનો વિષય બની છે. વડોદરા પોલીસ અધિકારીઓ આ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. ભાયલીમાં રહેતી 25 વર્ષની યુવતી એક હોટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે નોકરી કરે છે. શાદી.કોમની પ્રોફાઈલથી યુવકના માતા-પિતા યુવતીના પરિવારજનોનો સંપર્ક કરવા વડોદરા આવ્યા હતાં.

Loading...

Loading...