વડોદરા : ઠંડા પીણામાં કેફી પદાર્થ ભેળવી ગર્લફ્રેન્ડ ઉપર બળાત્કાર

Vadodara: Girl raped after mixing with cold drinks

ગોત્રી વિસ્તારના એક મોલમાં કામ કરતા યુવકે સગીરવયની ગર્લફ્રેન્ડ સાથે  ફ્રેન્ડશિપ કર્યા બાદ જુદા જુદા સ્થળે લઇ જઇ પોતાના ઘેર બર્થ ડે ઉજવવાના બહાને બોલાવી બળાત્કાર ગુજારતાં ગર્લફ્રેન્ડે પોલીસ ફરિયાદ કરી છે.ગોત્રી પોલીસે યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

ગોત્રીના અંબિકા નગરમાં રહેતા અને બંસલ મોલમાં નોકરી કરતા ભૌમિક મિનિષભાઇ મહંત નામનો યુવક પાંચેક મહિના પહેલાં એક સગીરાના પરિચયમાં આવ્યો હતો.

આ યુવકે મિત્રતા કેળવ્યા બાદ બંને જણાએ એકબીજાનો મોબાઇલ નંબર આપ્યો હતો અને તેઓ મોબાઇલ ઉપર વાતો કરતા હતા.ભૌમિક ગર્લફ્રેન્ડને તેની સાથે ગોરવા, મહિસાગર જેવા સ્થળોએ ફરવા માટે પણ લઇ ગયો હતો.

ગઇ તા.૮-૭-૨૦૧૯ના રોજ ભૌમિકે પોતાની બર્થ ડે ઉજવવા માટે તક જોઇ ગર્લફ્રેન્ડને ઘરે બોલાવી હતી.ભૌમિકે તેની સાથે અડપલાં કરવા માંડતા ગર્લફ્રેન્ડે વિરોધ કર્યો હતો.ત્યારબાદ તેણે ઠંડા પીણામાં કેફી પદાર્થ ભેળવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને કોઇને વાત કરીશ તો બદનામ કરીશ તેવી ધમકી આપી હતી.

પીડિતાની માતાને શંકા જતાં તેણે પૂછપરછ કરી હતી અને તે દરમિયાન સગીરાએ બર્થ ડેના દિવસે બનેલા બનાવની કબૂલાત કરી હતી.આ બનાવ અંગે ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પીઆઇ વી આર ખૈરે ભૌમિકની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: