ભરૂચમાં ભાજપ નેતાના દીકરાનું કારસ્તાન: નશામાં ધૂત નબીરાયે વૃદ્ધ દંપતીને મારી ટક્કર- સારવારમાં પતિનું મોત

Published on Trishul News at 11:25 AM, Sun, 15 October 2023

Last modified on October 15th, 2023 at 11:26 AM

Drunk youth causes Accident in Vadodara: રાજ્યમાં અકસ્માતના સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અકસ્માત બધ થવાનું નામ જ નથી લઈ રહ્યા. આજનું યુવાધન દારૂ પીઈને રોડ પર ગાડી ચાલવી લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તેવી જ એક ઘટના વડોદરા(Accident in Vadodara) શહેરના બિલ કેનાલ રોડ પર આવેલ ઓરો હાઇટ્સ-2માં રહેતા રાજેશ પટેલ અને પત્ની પોતાના ઘરે ચાલીને જતા હતા.

તે દરમિયાન ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ લખેલી નેમપ્લેટ વાળી પુરપાટ આવતી ફોર્ચ્યુનર કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા. દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટુકી સારવાર દરમિયાન વૃદ્ધ રાજેશભાઇને ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા હતા. આ સાથે અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ મામલે માંજલપુર પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

કાર પર ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની નેમપ્લેટ
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કાર ચલાવનાર કેયુર પટેલ ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનો દીકરો હોવાનું સામે આવ્યું છે.અને તે કારની નંબર પ્લેટ ઉપર પ્રમુખ જિલ્લા પંચાયત ભરૂચ લખેલું હોવાનું પણ સામે આવ્યું છે.આ બાબતે જાણવા મળ્યું કે ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે ભાજપના અલ્પાબેન પટેલ હતા અને તેઓને ટર્મ પૂરી થતાં એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે.તેમ છતાં પણ આ નંબર પ્લેટ પર લગાવેલી પ્રમુખની નેમપ્લેટ હજી હટાવી નથી. આ નેમપ્લેટ કેટલી યોગ્ય છે તે બાબતે આર. ટી.ઓ. અધિકારી સાથે ખાનગી મીડિયા દ્વારા વાતચીત કરવામાં આવી હતી.તેજ કાર લઈને નશામાં ધૂત થઈને ફરતા પોતાના પુત્રએ આજે એક નિર્દોષનો ભોગ લીધો છે.

મોટર વિહિકલ એકટ હેઠળ કાર્યવાહી
કારની નંબર પ્લેટની ઉપર જિલ્લા પંચાયતના પ્રમુખની નેમ પ્લેટ બાબતે RTO અધિકારી જે. કે. પટેલને પૂછતાં તેઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, કોઈ પણ વાહન ચાલકે નંબર પ્લેટની ઉપર કોઈ પણ લખાણ કે પ્લેટ લગાવવી તે વાત યોગ્ય નથી, તે કાયદાના વિરુદ્ધમાં છે. આવા હોદ્દા માટે નેમ પ્લેટ લગાવનાર વાહનચાલકો સામે મોટર વિહિકલ એકટ 1988ની કલમ 177 મુજબ કાર્યવાહી કરવામાં આવે શકે છે. આવા વાહનચાલકો સામે RTO દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. સાથે પોલીસ પણ કાર્યવાહી કરી શકે છે. આ રીતે નંબર પ્લેટ પર હોદ્દાની પ્લેટ લગાવનાર વાહનચાલક સામે 177 મૂજબ 500 રૂપિયાના દંડની જોગવાઈ છે. આ જોગવાઈ મુજબ વાહનચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.

નશામાં ધૂત નબિરાયે દંપતીને ઉડાવ્યું
ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની નંબર પ્લેટ લગાવી દારૂના નશામાં ધૂત પુત્ર કેયુર પટેલે વૃદ્ધ દંપતીનું અકસ્માત સર્જ્યું હતું. જેમાં વૃદ્ધ આધેડનું આ અકસ્માત મોત નીપજ્યું છે, જ્યારે તેઓની પત્નીની હાલત ખૂબજ ગંભીર છે અને તેઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. પોલીસે હાલમાં કારચાલક અને મદદ કરનાર મિત્ર દિવ્યાંગ મહેશ્વરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવને લઇ માંજલપુર પોલીસે 279, 337, 338, 304 અને 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Be the first to comment on "ભરૂચમાં ભાજપ નેતાના દીકરાનું કારસ્તાન: નશામાં ધૂત નબીરાયે વૃદ્ધ દંપતીને મારી ટક્કર- સારવારમાં પતિનું મોત"

Leave a comment

Your email address will not be published.


*