ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

વડોદરા: સગીરાના પ્રેમીએ ભગાડીને કર્યો હતો દુષ્કર્મ, બંને હવસખોરો પોલીસના સકંજામાં

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. વડોદરા દુષ્કર્મના બે આરોપીઓને પકડી પડ્યા છે. ગુજરાત એ.ટી.એસ. સાથે વડોદરા ક્રાઈમ બ્રાંચ પણ દુષ્કર્મના આરોપીઓને ઝડપવા માટે આકાશ પાતળ એક કરી રહી હતી જે પછી આજે સ્કેચના આધારે બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં નવલખી તળાવ પાસે આ બંન્ને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું જે ઘટનાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઇ હતી.

જેના કારણે આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી અને આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા હતા. આમ છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યાં હતા ત્યારે આજે પોલીસને મોટી સફળતા હાથ લાગતા, હવે આરોપીઓ જેલનાં સળીયા પાછળ નાંખવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.

સગીરા પર સામુહિક બળાત્કારના કેસને પાર પાડવા માટે ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ગત ગુરુવારે શહેરના નવલખી મેદાનમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન ઝાડીમાંથી બે યુવાનો તેની પાસે આવીને બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા હતા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાન નવલખી મેદાનમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાઇ હતી. પીસીઆર વાન ચાલકોએ સ્થાનિક લોકોની સાથે સગીરાની શોધખોળ કરી હતી. તે દરમિયાન સગીરા ઝાડીઓની વચ્ચેથી મળી આવી હતી. પોલીસ સગીરાને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે આરોપીઓ ફરાર થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.