વિકાસ ફરી ગાંડો થયો, એસ.ટી. બસનું પૈડું ચાલુ બસે નીકળી ગયું- જુઓ તસવીરો

એસટીની સલામત સવારી પ્રજા માટે દિવસેને દિવસે જોખમી બની રહી છે. હાલમાં જ વડોદરામાં સલામત સવારી એસટી અમારીનો દાવો ખુલ્લો પડી ગયો છે. ચાલુ બસે એસટીનું બસનું પૈડુ નિકળી જવાની ઘટના બની છે. સદનસબીએ આ ઘટનામાં કોઇ જ જાનહાની થઇ નથી.

વડોદરામાં સલામત સવારી એસટી અમારીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. આજે ગુજરાત એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આજની એક ઘટનામાં વડોદરામાં સાવલી આવતી બસનું પૈડું ચાલુ બસે નીકળી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. વડોદરામાં પાણીગેટ સંચાલિત ડેપોની આ બસ ફાળવેલી છે,

ઉલ્લેખનીય છે કે, 2017 વિધાનસભા ચૂંટણી પહેલા જ આવી રીતે એક એસટી બસના પાછળના બન્ને ટાયર નીકળી ગયા હતા અને વિકાસ ગાંડો થયો છે સૂત્ર વાઇરલ થયું હતું. ત્યારે બીજી વખત આવી જ કૈક ઘટના વડોદરા માં સામે આવી છે ત્યારે સોસીયલ મીડિયામાં ફરીથી આ સૂત્ર વાઇરલ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook Comments