વડોદરામાં ‘શિક્ષણ’નું શોષણ- પ્રાઈવેટ ટ્યુશનની આડમાં વિદ્યાર્થીનીને દારૂ પીવડાવી ન કરવાના કામ કર્યા

Published on: 3:58 pm, Sat, 6 August 22

વડોદરા ક્રાઇમ ન્યૂઝઃ ગુજરાત(Gujarat)ના વડોદરા(Vadodara)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના વડોદરામાં, પોલીસે એક વિદ્યાર્થીનીનું શારીરિક શોષણ કરવા અને તેની સાથે દારૂ(વોડકા) પીવા માટે દબાણ કરવા બદલ એક ટ્યુશન શિક્ષક(Tuition teacher)ની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ બુધવારે રાત્રે પોલીસને કરવામાં આવી હતી અને ગુરુવારે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ફતેગંજ પોલીસ ઈન્સ્પેક્ટર કે.પી. પરમારે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, “પ્રશાંત ખોસલા નિઝામપુરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવે છે, જ્યાં બુધવારે ટ્યુશન પછી પ્રશાંત એ ધોરણ 10ની એક વિદ્યાર્થીનીને તેની સાથે બેસીને દારૂ પીવા કહ્યું હતું. તેણે તેને બળજબરીપૂર્વક તેની સાથે દારૂ પીવડાવ્યો હતો. છોકરી બેભાન થઈ જતાં તેણે રાત્રે લગભગ 9.30 વાગ્યે તેને ઘરે મૂકી ગયો હતો. છોકરીના માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેની સારવાર ચાલી રહી છે.”

શિક્ષક સામે બે અલગ-અલગ કેસ નોંધાયા:
હોશમાં આવ્યા બાદ પીડિતાએ મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.કે. વલવીને સમગ્ર ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું. જે બાદ ટ્યુશન ટીચર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી હતી. શિક્ષક વિરુદ્ધ બે અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે, એક પ્રોહિબિશન એક્ટ હેઠળ અને બીજો IPC કલમો, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને POCSO ની કલમ 11 હેઠળ કેસ નોધવામાં આવ્યો છે. તે ટ્યુશન શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે, અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.