ગુજરાત: પેટાચૂંટણી પહેલા જ ભાજપે પાડ્યો ખેલ – 2000 જેટલા કાર્યકરો જોડાયા ભાજપમાં

ગુજરાતમાં હાલ કોરોનાકાળની વચ્ચે પેટાચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવાં મળી રહ્યાં છે. રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે…

ગુજરાતમાં હાલ કોરોનાકાળની વચ્ચે પેટાચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવાં મળી રહ્યાં છે. રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ માટે વલસાડમાંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસમાં ગાબડુ પડતા લગભગ 2,000 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે પણ રાજ્યમાં વિધાનસભા અથવા તો લોકસભાની ચૂંટણીની મોસમ આવે ત્યારે પક્ષપલટાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવતા રહેતાં હોય છે.

કોંગ્રેસ તથા ભાજપ એમ બંને પક્ષમાં એકબીજામાં પક્ષાંતરણની રાજનીતિ જોર પકડતી હોય છે ત્યારે પેટાચૂંટણી પહેલા જ વલસાડમાં કોંગ્રેસને વધારે એક ફટકો પડ્યો છે. ઉમરગામ તાલુકામાં કોંગ્રેસમાં ગાબડું પડેલું જોવા મળ્યું છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયાં છે.

પેટાચૂંટણી પહેલા જ સરીગામ-આજુબાજુ ગામના કોંગ્રેસ કાર્યકરોએ પક્ષપલટો કરી લીધો છે. રાજ્યનાં મંત્રી રમણ પાટકરે બધાં કોંગ્રેસ કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા છે. લગભગ 2,000 જેટલા કોંગી કાર્યકર ભાજપમાં જોડાયા હોવાંનો દાવો કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *