ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ આ પાર્ટીના ઉમેદવારનો પુત્ર દારૂ સાથે ઝડપાયો

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો અને આગેવાનો મતદારોને રીઝવવા માટે દારૂ…

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો અને આગેવાનો મતદારોને રીઝવવા માટે દારૂ અને પૈસા જેવા પ્રલોભનો આપી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજરોજ આવી જ એક ઘટના  વલસાડ જિલ્લામાંથી સામે આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના નવેરા ગામ નજીકથી વલસાડ પોલીસે એક કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

આ કાર વલસાડ તાલુકા પંચાયતની ઓઝર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારના રાજેશ પટેલના પુત્રની હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસે કાર રોકતાં જ કોંગી ઉમેદવાર રાજેશ પટેલનો પુત્ર વિસ્મય પટેલ અને તેના અન્ય સાથીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

આથી પોલીસે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા અને કાર સહિત અંદાજે 3500 રૂપિયા નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો આખરે આજે વલસાડ પોલીસે ઓઝર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર રાજેશ પટેલના પુત્ર વિસ્મય પટેલને વિદેશી દારૂના હેરાફેરીના ગુનામાં ઝડપી પાડયો હતો અને સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, રાજેશ પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે,ત્યારે મતદારોને રીઝવવા તેમનો પુત્ર જ દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. જોકે બનાવ વખતે ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો પરંતુ વલસાડ પોલીસે આરોપી વિસ્મય રાજેશ પટેલની ધરમપુરથી ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આમ વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો મતદારોને રીઝવવા દારૂના પ્રલોભનો આપતા હોવાનું બહાર આવ્યું છે અને એમાંય કોંગ્રેસના ઉમેદવારના પુત્રની કારમાંથી મળેલો દારૂ અને આરોપી પુત્રની ધરપકડ મામલો હવે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *