વલસાડમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ કર્યું લાખોનું કૌભાંડ, બારોબાર ઉપાડી લીધા નાગરિકોના રૂપિયા

Published on: 6:44 pm, Thu, 17 June 21

રાજ્યની કોઇ પણ બેંક અને સહકારી સંસ્થા કરતા ભારતીય પોસ્ટ સૌથી વધુ વ્યાજ અને વધુ સલામત પૂરી પાડ નારી એક માત્ર સંસ્થા માનવામાં આવે છે. તેવામાં વલસાડ જિલ્લામાં આવેલા એક સરકારી પોસ્ટ ઓફિસમાં પોતાના નાણાં જમા કરાવનાર ખાતા ધારકોને પોસ્ટના જ એક કર્મચારીએ લાખોનો ચૂનો લગાવ્યો છે.

વલસાડ સિટી પોલીસ સ્ટેશન ઉભેલા વ્યક્તિનો ચહેરો દયામણો લાગે, પરંતુ તેને જે કૌભાંડ કર્યું છે. વલસાડની મધ્યમાં આવેલા મુખ્ય પોસ્ટ ઓફિસનો કર્મચારી સુનિલ ચાવડા છે. સામાન્ય રીતે તેનું કામ પોસ્ટ બચતના પૈસા સલામત રીતે જમા કરવા અને તેમનું ખાતાની વેલીડીટી પૂરી થાય ત્યારે ખાતેદારોને તેમના પૈસા સલામત રીતે પરત કરવાનું છે. તેના પોસ્ટ ઓફિસમાં લાંબા સમય સુધી કોઈપણ પ્રકારના લેવડ-દેવડ ન થયું હોય તેવા ખાતામાં જમા રહેલી રકમ સુનિલ ચાવડાએ જાતે જ ઉપાડી લીધી હતી. અનિલ ચાવડાએ ખાતેદારોની નકલી સહી પણ જાતે જ કરી લેતો હતો.

સુનિલ ચાવડા ધીરે ધીરે આ કૌભાંડ આચરતો હતો જેમ ઉધઈ લાકડાને કોરી ખાય. જોકે સુનિલ ચાવડાની પોલ થોડાક જ સમયમાં ખુલી ગઈ હતી. એક ખાતાધારકે પોતાના ખાતાની તપાસ કરતા તેમાંથી મોટી રકમ ગાયબ થઇ ગયેલુ જણાયું હતું. જાણ થતા જ તેને પોસ્ટના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી હતી. જેથી તપાસ કરતા સમગ્ર ઘટના  સામે આવી હતી. સમગ્ર ઘટના પોસ્ટના ઉચ્ચ અધિકારીએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી અને વલસાડ સિટી પોલીસે આરોપી ચાવડાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સુનિલે આ રીતે 9.80 લાખનું કૌભાંડ કર્યું છે.

પોસ્ટ ઓફિસમાં મધ્યમ વર્ગના લોકો નાની નાની રકમ ભેગી કરી લાંબા સમય માટે બચત કરતા હોય છે, પરંતુ સુનિલ ચાવડા જેવા લાલચુ કર્મચારીઓના કારણે મધ્યમવર્ગના લોકોની મૂડી લઇ લેતા હોય છે. હાલ ચાવડાની પોલીસે ધડપકડ કરવામાં આવી ગયો છે અને પોલીસે આરોપીના રિમાન્ડ પણ કોર્ટ સમક્ષ છે અને રિમાન્ડ દરમિયાન આરોપીના વધુ કોઈ કૌભાંડ બહાર આવે તો એમાં કઈ નવની વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.