શોર બકોર કરતા એન્કરોને પકડી રાખજો, આક્રોશમાં પાકિસ્તાન પર રાફેલ લઈને હુમલો ના કરી દે

Published on: 8:27 pm, Fri, 31 July 20

પાંચ રાફેલ ફ્રાન્સથી ભારત આવી ચુક્યા છે. દેશની મોટાભાગની ન્યૂઝ ચેનલોએ આખો દિવસ બસ રાફેલ ના નામની જ માળા જપી છે જયારે કેટલીક પ્રીમીયમ ભક્તિ કરતી ચેનલોએ તો પોતાના અલ્ટ્રા પ્રીમીયમ એન્કરો પાસેથી રાફેલ પણ ઉડાવ્યા.રાફેલની એટલી બધી માહિતી ભારતીયો ને આપી કે ફ્રાંસ વાળા પણ વિચારમાં પડી ગયા કે રાફેલ આટલું બધું બળુકું છે?

એન્કરો તો જાણે એમ વાતો કરતા હતા કે, ભારત પાસે આવેલા રાફેલના સમાચાર મળતા પાકિસ્તાન ધ્રુજી રહ્યું છે. ઇમરાન અને બાજવા સલામત છુપાવવાની જગ્યા શોધી રહ્યા છે. જિનપિંગ તો પોતાનો દેશ છોડીને બીજે ભાગવાની તૈયારી કરી રહ્યો છે. તેવી છાતીફાડ રજુઆતો કરતા એન્કરો જોતા તો એમ લાગ્યું કે આ ક્યાંક પ્લેનમાં બેસીને પાકિસ્તાન પર હુમલો નાં કરી દે.

ફ્રાન્સથી આવેલી આ રાફેલ પર શુભ લાભના ચાંદલા લગાવીને સારું લગાવતા નેતાઓએ ચાઈનાની ઘુસણખોરી બાબતે ચાઇનાનું નામ લેતા પણ ડરે છે. કોરોના તો દેશમાંથી ગાયબ થઇ ગયો છે, પેટ્રોલ ડીઝલના ભાવ તો તળીયે પહોચ્યા હોય એમ તેની તો વાતો સુદ્ધા આ ગોદી મીડિયાના પેઈડ એન્કરો કરતા ડરે છે. બસ હવે તો આવનારી 5 ઓગસ્ટે અયોધ્યામાં થનારા રામ મંદિર ભૂમિપૂજન પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે.

જો તમને લાગે કે દેશનું ઇલેક્ટ્રોનિક મીડિયા મૂર્ખતાની બધી મર્યાદાને પાર કરી રહ્યું છે, તો તમે ખોટા છો. તેઓ ખુબ ચતુર અને હોશિયાર છે. તે દેશના બહુમતી લોકોના માનસિક સ્તરને જાણે છે અને સત્તાના હિતમાં તે અવિકસિત મન સાથે કેવી રીતે રમવું તે પણ જાણે છે. એટલે જ વાસ્તવિકતાઓ અને સાચી અને દેશના હિતની વાતો કરવાને બદલે માત્રને માત્ર સરકારની વાહવાહી કેમ થાય, સરકારનું આઈ સેલ કેમ બનાય તે તરફ જ કાર્ય કરશે. – વંદન ભાદાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP