Vande Bharat Train ના અક્સ્માત રોકવા અમદાવાદ-મુંબઈ વચ્ચે 200 કરોડના ખર્ચે લગાવવામાં આવશે ‘મેટલ ક્રેશ બેરિયર’

અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરને લઇને ટ્રેન અકસ્માતની સંખ્યા વધી રહી છે. આ તરફ દેશની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) ના અકસ્માતને…

અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરને લઇને ટ્રેન અકસ્માતની સંખ્યા વધી રહી છે. આ તરફ દેશની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) ના અકસ્માતને લઈને રેલવે તંત્રએ અમદાવાદ-મુંબઈ વચ્ચે મેટલ ક્રેશ બેરિયર લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 200 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેક્ટ આકાર પામશે છે. હાલમાં અમદાવાદથી રેલિંગ લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

30 સપ્ટેમ્બર-2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી વધુ સ્પીડમાં ચાલતી ટ્રેન ‘Vande Bharat Train’ને લીલીઝંડી આપી હતી. આ ટ્રેન શરૂ થયાના બીજા જ દિવસે અમદાવાદના વટવા નજીક આ ટ્રેન ભેંસ સાથે અથડાઈ હતી. જેમાં એન્જીનના આગળના ભાગે ઘણું નુકસાન થયું હતું.

દેશના તમામ રેલવે ટ્રેક અત્યારે જમીન પર છે. તેમાં પણ ઢોરની સમસ્યા પણ રહેતી જોવા મળે છે. તેથી આવા પ્રશ્નોને દૂર કરવા માટે પણ Vande Bharat Train ને ડિઝાઇન બદલવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનની ઘટના બાદ ટ્રેનને વધુ નુક્સાન પહોંચ્યું નથી. ટ્રેનના જે ભાગમાં નુકશાન થયું તું તે ભાગ ને ફરી સમારકામ કરી ટ્રેનને ફરી દોડતી કરી દીધી.

આ Vande Bharat Train 7 અલગ-અલગ જગ્યાએ અકસ્માતનો ભોગ બની હતી. વારંવાર થતા અકસ્માત બાદ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ-સુરતની વચ્ચેના 170 કિલોમીટરના અંતરમાં 200 કરોડથી પણ વધુના ખર્ચે ક્રેશ અવરોધ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં અમદાવાદથી ક્રેશ અવરોધ લગાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. તદ ઉપરાંત દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન 2026થી અમદાવાદથી કાર્યરત થશે. જેના પર હાલમાં કામ ઘણીઝડપે ચાલુ છે. તે ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશનને ફસ્ટ કાલ્સ બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *