દેશનું ગૌરવ બની આ દીકરી, હવે રાફેલ પ્લેન ઉડાવશે એક મહિલા

થોડા સમય પહેલાં જ ભરતીય સૈન્યનાં ઘાતક હથિયારોમાં ફ્રાન્સથી કુલ 7 રાફેલ ભારત આવ્યા હતાં. આને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાફેલની પ્રથમ…

થોડા સમય પહેલાં જ ભરતીય સૈન્યનાં ઘાતક હથિયારોમાં ફ્રાન્સથી કુલ 7 રાફેલ ભારત આવ્યા હતાં. આને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાફેલની પ્રથમ ખેપને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું છે. ચીન તથા ભારતની વચ્ચે તણાવપૂર્ણ પરીસ્થિતિમાં રાફેલ જેવા ફાઇટર પ્લેન મહત્વનો ભાગ ભજવી શકે છે.

હવે આવા દમદાર પ્લેનને ઉડાવવા માટેની તક મહિલા પાયલટ લેફ્ટિનેંટ શિવાંગી સિંહ (Shivangi Singh)ને મળી છે. વારાણસીની આ મહિલા પાયલટ તરીકેની પસંદગી થતાં વારાણસી તેમજ દેશનું નામ રોશન કર્યું છે. શિવાંગી સિંહ દેશના સૌથી તાકતવર ફાઇટર પ્લેન રાફેલનાં સ્ક્રાડ્રન ગોલ્ડન એરોની એકમાત્ર તેમજ પ્રથમ મહિલા પાયલટ તરીકે જોડાઇ છે.

શિવાંગી સિંહને માત્ર 1 માસની ટેક્નિકલ ટ્રેનિંગમાં ક્વોલિફાય કર્યા બાદ હવે રાફેલની પ્રથમ સ્ક્રાડ્રનનો ભાગ બનાવવામાં આવી રહ્યો છે. એના પિતાએ જણાવતાં કહ્યું હતું કે, કુલ 2 દિવસ અગાઉ જ શિવાંગીની સાથે વાત થઇ તો એણે આ માહિતી આપી છે. તેમણે જણાવતાં કહ્યું કે, એમણે પોતાની દીકરીની આ ઉપલબ્ધિ માટે ખૂબ જ માન છે. તેમણે જણાવતાં કહ્યું કે, શિવાંગી દેશની બીજી દીકરીઓને પણ પોતાના હોંસલા મજબૂત કરવામાં મદદ કરશે.

આ પ્રથમ વખત નથી કે, જ્યારે કાશીની દીકરીએ દેશનું નામ રોશન કર્યું હોય. વર્ષ 2017માં પણ ઇન્ડિયન એરફોર્સમાં ફાઇટર પ્લેન ઉડાવતી કુલ 5 મહિલા પાયલોટ અહીંથી જોડાઇ હતી. ત્યારબાદ હવે કુલ 3 વર્ષ બાદ એમના નામની સાથે વધારે એક ઉપલબ્ધિઓ જોડાઇ ગઇ છે.

શિવાંગી સિંહના પિતા કુમારેશ્વર સિંહ ટૂર એન્ડ ટ્રાવેલનું કામ કરી રહ્યાં છે. ફુલવરિયા ગામમાં રહેતી શિવાંગી નાનપણથી જ આકાશમાં ઉડવા માંગતી હતી. માન સીમા સિંહે જણાવતા કહ્યું હતું કે, એ નાનપણમાં ખૂબ જ મસ્તીખોર હતી તેમજ ખુલ્લા આકાશમાં ઉડવું તે એનું સપનું હતું. શિવાંગી વાયુ સેનાનાં ફાઇટર વિમાન મિગ 21 બાઇસન પણ ઉડાવી શકે છે. તે રાફેલ માટે અંબાલામાં ટેકનિકલ પ્રશિક્ષણ લઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *