નતાશા સાથે લગ્નના ફેરા ફરતાં પહેલા જ અભિનેતા વરૂણ ધવનની કારને નડ્યો અકસ્માત

બોલિવૂડ એક્ટર વરૂણ ધવન સાથે લગ્ન પહેલા અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે અભિનેતા લગ્ન સ્થળ પર જઇ રહ્યો હતો, ત્યારે તેની કાર સાથે…

બોલિવૂડ એક્ટર વરૂણ ધવન સાથે લગ્ન પહેલા અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે અભિનેતા લગ્ન સ્થળ પર જઇ રહ્યો હતો, ત્યારે તેની કાર સાથે એક નાનો અકસ્માત સર્જાયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માત દરમિયાન તેના મિત્રો વરુણ ધવન સાથે હાજર હતા. જોકે, તે સારી વાત, છે કે આ દરમિયાન કોઈને ઈજા પહોંચી નથી અને વરૂણ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

તમને જણાવી દઈએ કે, વરૂણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આજે એટલે કે, 24 જાન્યુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યો છે. આ બંનેના લગ્ન અલીબાગમાં થઈ રહ્યા છે. તાજેતરમાં જ વરુણ અને નતાશાની સંગીત વિધિઓના ચિત્રો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.

શુક્રવારે વરૂણ ધવન થોડો વ્યસ્ત હતો તેથી તે 23 જાન્યુઆરીએ ઘરેથી અલીબાગ જવા રવાના થયો હતો. કારથી અલીબાગ પહોંચવામાં લગભગ 4 કલાકનો સમય લાગે છે. અહેવાલો અનુસાર અલીબાગ જવાના માર્ગ ઉપર અતિશય ટ્રાફિક હતો અને ઘણી જગ્યાએ રસ્તો પણ સાંકડો છે.

લગ્નની ધાર્મિક વિધિઓ શરૂ થવાની હતી એટલે વરુણને ટૂંક સમયમાં જ અલીબાગ આવવાનું હતું. ત્યારે જ તેની કારનો નજીવો અકસ્માત થયો હતો. ગાડીમાં થોડું નુકસાન આવ્યું છે પણ વરુણ ધવનને કઈ નથી થયું એવા અહેવાલો છે.

જણાવી દઈએ કે, વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન 2020માં થવાના હતા પરંતુ કોરોનાવાયરસને કારણે આ લગ્ન રદ કરાય હતા. બંનેએ વિયતનામમાં લગ્ન કરવાના હતા જ્યાં 200 લોકો હાજર રહેવાના હતા.

વરૂણ ધવન અને નતાશા દલાલ વર્ષોથી રિલેશનશિપમાં છે. વરુણ અને નતાશા છઠ્ઠા ધોરણથી મિત્રો છે, હાલમાં જ કરીના કપૂર ખાન ચેટ શો વ્હોટ વુમન વોન્ટ પર વાત કરતી વખતે વરુણ ધવને તેની લવ સ્ટોરી વિશે ઘણી રસપ્રદ વાતો જાહેર કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *