ભેંસાણમાં ત્રણ યુવાનોએ લોકસેવા માટે મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ જેવી સુવિધાસજ્જ આઈસોલેશન સેન્ટર શરુ કર્યું

ગુજરાત સહીત દેશભરમાં કોરોના મહામારીએ લોકોને ત્રસ્ત કર્યા છે ત્યારે ગુજરાતમાં દર્દીઓને ઓક્સીજન, સારવાર માટે અઈસોલેશન બેડ પણ મળવા મુશ્કેલ બની રહ્યા છે તેવામાં સૌરાષ્ટ્રના…

ગુજરાત સહીત દેશભરમાં કોરોના મહામારીએ લોકોને ત્રસ્ત કર્યા છે ત્યારે ગુજરાતમાં દર્દીઓને ઓક્સીજન, સારવાર માટે અઈસોલેશન બેડ પણ મળવા મુશ્કેલ બની રહ્યા છે તેવામાં સૌરાષ્ટ્રના ત્રણ ઉદ્યોગપતિ અને સેવાભાવી તરવરીયા યુવાનોએ સરકારી તંત્રને પણ શરમાવે તેવી અઈસોલેશન હોસ્પિટલ ઉભી કરી દીધી છે જેમાં પ્રાઈવેટ કે સરકારી હોસ્પીટલમાં સારવાર લેવા અને આઈસોલેશનની સુવિધા મેળવવા માંગતા જરૂરીયાતમંદને પ્રાઈવેટ હોસ્પીટલમાં મળતી મલ્ટીસ્પેશીયાલીટી વાળી સુવિધાઓ મળશે.

આજે તા. ૨૬-૪-૨૧ ને સોમવાર થી ડ્રિમલેન્ડ સ્કૂલ, પરબ રોડ, ભેંસાણ ખાતે તમામ સુવિધા સાથે કોવીડ આઇસોલેશન સેન્ટર શરુ થયુ છે. જ્યાં સંપૂર્ણ હવા ઉજાસ અને શાંત વાતાવરણમાં ૨૪ રૂમમાં અટેચ બાથરૂમ ટીવી સાથેના ૫૦ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સેન્ટરમાં દર્દીઓને દવા, પૌષ્ટિક આહાર, નાસ્તો સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવશે . દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય એ હેતુથી ૩ ટાઈમ પૌષ્ટિક આહાર સાથે દર ૨ કલાકે તમામ પ્રકારના ફ્રૂટ જ્યુસ ડોક્ટરની સલાહ મુજબ આપવામાં આવશે.

આ આઇસોલેશન સેન્ટરમાં ૨૪ કલાક નામાંકિત ડોકટરો સેવા આપશે. વધુ ગંભીર ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને અન્ય જગ્યાએ સારવાર માટે લઇ જવાના થશે તો ઓક્સિજન સુવિધા સાથેના વાહન ની પણ સેવા આપવામાં આવશે. ભેસાણ વિસ્તારના કોરોના દર્દીઓ ઝડપ થી સ્વસ્થ બને એ હેતુથી તદ્દન નિઃશુલ્ક આ સેવા યજ્ઞ શરુ થઇ રહ્યો છે. આ આઈસોલેશન સેન્ટર શરુ કરવામાં વરુણ લખાણી(Varun Lakhani Patel), નીતિન રાણપરિયા અને રોહિત માવાણીએ સેવા કાર્ય કર્યું છે.

આ બાબતે ત્રિશુલ ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં વરુણભાઈ લખાણીએ જણાવ્યું કે, લોકોની સેવા માટે અમે કોઈ પાસેથી કોઈ પ્રકારનું દાન લીધું નથી. દવાથી માંડીને ફ્રુટ સુધીનું બધું સ્વખર્ચે કર્યું છે, અને ફ્રુટ પણ અલગ અલગ વેરાયટીના અને બે થી ત્રણ પ્રકાશના અલગ અલગ જ્યુસ પણ દર્દીઓને આપવામાં આવે છે. લોકોને સારું વાતાવરણ અને ભોજન મળશે એટલે આપમેળે હકારાત્મક અસરથી દર્દીઓ સજા થઇ જશે.

વધુમાં વરુન્ભાઈ લખાણી જણાવે છે કે, દર્દીઓને હકારાત્મક ઉર્જા મળે અને મન વિચલિત ન થાય એ માટે તમામ રૂમમાં ટીવી મુક્યા છે જેમાં કોમેડી અને ધાર્મિક કાર્યક્રમો બતાવીશું જેથી દર્દીને નેગેટીવ વિચારો ન આવે અને ટીવી માં વ્યસ્ત રહે અને હસતા રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *