આંખમાં મરચું નાખી ૨ કરોડ લુંટવાના પ્રયાસ કરતાં લબરમૂછિયાની એવી ગેમ કરી નાખી કે, પહોચી ગયો સીધો જેલ ભેગો

અમદાવાદ(ગુજરાત): આંખમાં મરચું નાખીને વસ્ત્રાપુરમાં રૂપિયા 2 કરોડની લૂંટનો પ્રયાસ જોવા મળ્યો છે. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ છે. જેમાં કર્મચારીએ હિંમત બતાવીને…

અમદાવાદ(ગુજરાત): આંખમાં મરચું નાખીને વસ્ત્રાપુરમાં રૂપિયા 2 કરોડની લૂંટનો પ્રયાસ જોવા મળ્યો છે. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ છે. જેમાં કર્મચારીએ હિંમત બતાવીને આરોપીને પકડી પાડ્યો છે. વસ્ત્રાપુર પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

વસ્ત્રાપુરની દિલધડક લૂંટ CCTV દ્રશ્યોમાં કેદ થઈ છે. જેમાં એક્ટિવા પર બુકાની બાંધીને આવેલો લૂંટારો ગ્રો મોર કંપનીનો કર્મચારીની આંખમાં મરચું નાખીને પૈસા ભેરલી બેગની લૂંટ કરીને ભાગી રહ્યો છે. પરંતુ બહાદુર કર્મચારીએ તેની એક્ટિવા પકડી લીધી હતી. તે દરમિયાન અન્ય વેપારીઓ અને પોલીસ પહોંચી જતા ચોર પોલીસ પકડમાં આવી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, ગ્રો મોર કંપનીના 2 કર્મચારી સુનિલ ચૌહાણ, સતિષ પટણી IDBI બેન્કમાં પૈસા ઉપાડીને નીકળી રહ્યો હતો. કર્મચારીએ પૈસા ગાડીમાં મુક્યાં અને ફોન પર વાત કરી રહ્યો હતો તે દરમિયાન આંખમાં મરચું નાખીને 2 કરોડ રૂપિયાની બેગની લૂંટનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની સજાગતાને કારણે 2 કરોડની લૂંટના પ્રયાસ અટક્યો છે. જોકે, વસ્ત્રાપુર નજીક ચોકી PSI અને પોલીસકર્મી ચોર ચોરની બુમો સાંભળતા આરોપી અંકુર મોડેસરને પકડી લાવ્યા. અંકુર ચાંદલોડિયાનો 25 વર્ષનો રહેવાસી છે અને આરોપી ગ્રો મોર કંપનીમાં અવાર નવાર આવતો જતો હતો.

માનવામાં આવી રહ્યું છે કે, રેકી કર્યા પછી બપોરે કર્મચારી સુનિલ ચૌહાણ અને સતિષ પટણી કંપનીના પૈસા IDBI બેંકમાં ઉપડવા નીકળ્યા હતા. ત્યારે અંકુર એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યો અને આંખમાં મરચું નાખીને 2 કરોડની લૂંટનો પ્રયાસ કર્યો હતો. અંકુરને ખબર હતી કે, આ બંને કરોડો રુપિયા બેન્કમાં ભરવા અને ઉપડવા જતા હોય છે.

તેથી આરોપીએ તેમનો પીછો કરીને લૂંટને અજામ આપ્યો હતો. પરતું આરોપી લૂંટ કરીને ભાગે તે પહેલાં જ પકડાઈ  ગયો હતો. દિન દહાડે વસ્ત્રાપુરમાં લૂંટની ઘટનાએને કારણે ફરીવાર કાયદા વ્યવસ્થાને લઈને અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. હવે ગુનેગારોમાં પોલીસનો ડર નથી રહ્યો એ તો ઘટના પરથી સાબિત થાય છે. પરંતુ કર્મચારી અને પોલીસની સજાગતાથી કરોડોની લૂંટને નિષ્ફળ મળી હતી. હાલમાં વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *