સિનેમા જગતે ખોયો વધુ એક સિતારો- ‘શોલે’ ફિલ્મના આ જાણીતા અભિનેતાનું નિધન

સિનેમા જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને પ્રખ્યાત કોમેડિયન(Famous comedian) મુશ્તાક મર્ચન્ટ(Mushtaq Merchant)નું નિધન થયું છે. મુશ્તાકે 67 વર્ષની વયે આ દુનિયાને…

સિનેમા જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને પ્રખ્યાત કોમેડિયન(Famous comedian) મુશ્તાક મર્ચન્ટ(Mushtaq Merchant)નું નિધન થયું છે. મુશ્તાકે 67 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત મુશ્તાકે મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુશ્તાકે ઘણા વર્ષો પહેલા સિનેમાની દુનિયાને અલવિદા કહી દીધું હતું અને મુંબઈના બાંદ્રામાં રહેતા હતા. જ્યારથી તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે ત્યારથી ચાહકો ખૂબ જ દુઃખી છે અને સોશિયલ મીડિયા પર દિવંગત અભિનેતાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મુશ્તાકની શોલેમાં બે પાત્રો:
સ્વર્ગીય અભિનેતા મુશ્તાકે “સીતા ઔર ગીતા”, “હાથ કી સફાઈ”, “જવાની દીવાની”, “શોલે” અને “સાગર” જેવી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ દેખાડી હતી. મુશ્તાકે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ શોલેમાં એક નહીં પરંતુ બે પાત્રો ભજવ્યા હતા. IMDb અનુસાર, ફિલ્મના પ્રખ્યાત ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’માં મુશ્તાકે એક ટ્રેન ડ્રાઈવર અને બીજા તે વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જેની મોટરસાઈકલ જય અને વીરુએ ચોરાઈ હતી.

16 વર્ષ પહેલા સિનેમાને અલવિદા કહ્યું:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુશ્તાકને મુંબઈની ઓલ ઈન્ડિયા ઈન્ટર કોલેજમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે તેમને ત્રણ વર્ષ માટે શ્રેષ્ઠ લેખક અને દિગ્દર્શકનો એવોર્ડ પણ મળ્યો છે. અભિનયની સાથે, મુશ્તાકે પ્યાર કા સાયા, લડ સાબ, સપને સાજન કે અને ગેંગ જેવી કેટલીક ફિલ્મો માટે પટકથા લખી હોવાનું કહેવાય છે. નોંધપાત્ર રીતે, મુશ્તાક લાંબા સમયથી સિનેજગતમાં સક્રિય ન હતા. મુશ્તાકે 16 વર્ષ પહેલા સિનેમાને અલવિદા કહી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *