કર્ણાટકમાં કમળ ખીલ્યું: 15માંથી 12 સીટો પર જીત,કોંગ્રેસનું સરકાર ઉથલાવવાનું સપનું સપનું જ રહ્યું

કર્ણાટકના યેદ્દીયુરપ્પાની ભાજપની ચાર મહિના જૂની સરકારનું ભવિષ્ય આજે નક્કી થઈ ગયું છે. કર્ણાટકમાં 15માંથી 12 સીટો પર ભાજપ વિજેતા બની છે. જેમાં કોંગ્રેસને માત્ર…

કર્ણાટકના યેદ્દીયુરપ્પાની ભાજપની ચાર મહિના જૂની સરકારનું ભવિષ્ય આજે નક્કી થઈ ગયું છે. કર્ણાટકમાં 15માંથી 12 સીટો પર ભાજપ વિજેતા બની છે. જેમાં કોંગ્રેસને માત્ર 2 સીટો મળી છે. જેડીએસ તો પોતાનું ખાતુ પણ ખોલી શકી નથી. હવે બીજેપી પાસે 117 સીટો થઈ ગઈ છે. યેદીયુરપ્પાએ તો ઉત્સાહમાં એમ પણ કહી દીધું છે. 12માંથી 11ને કેબિનેટ મંત્રીનું પદ આપીશ.

મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કર્ણાટકના લોકોએ સાબિત કરી દીધું છે કે, હવે કોંગ્રેસ અને જેડીએસ તેમની સાથે વિશ્વાસઘાત નહીં કરી શકશે. હવે કર્ણાટકની પ્રજાએ જોડ-તોડની નહીં પણ એક સ્થિર અને મજબૂત સરકાર બનાવી છે. પંદર બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે સત્તામાં રહેવા માટે ભાજપને 6 સીટોની જરૂર હતી. યેદીયુરપ્પા સરકાર 3 વર્ષ માટે ખતરો ટળી ગયો છે. આમ ઘણા સમયથી કર્ણાટકમાં સરકાર બદલવાનાં સપનાં જોતી કોંગ્રેસને આ પરિણામો મોટો ઝટકો આપી શકે છે.

5, ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 67.91 ટકા મતદાન થયું હતું. આજે પરિણામ હતું.હવે ભાજપની સ્થિર સરકાર બની ગઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બાદ કોંગ્રેસને કર્ણાટકમાં પણ સત્તા બદલવાના અભરખા જાગ્યા હતા. જોકે, આજના પરિણામો ભાજપ માટે રાહતના સમાચાર છે.

કોંગ્રેસ અને જદ-એસના 17 બળવાખોરોને ગેરલાયક ઠેરવાતા પેટા-ચૂંટણી યોજવાની જરૂરીયાત ઊભી થઇ હતી. તેમના બળવાના કારણે જુલાઇમાં એચ.ડી. દેવેગૌડા સરકારનું પતન થયું હતું અને ભાજપની સરકાર બની હતી.પંદર પૈકી બાર બેઠકો કોંગ્રેસ પાસે હતી અને ત્રણ જ.દ.એસ પાસે હતી. 67.91 ટકા મતદાન વાળી પેટા ચૂંટણીનું પરિણામ ભાજપની સરકાર માટે ખૂબ જ મહત્ત્વનું છે. જેમાં તેઓએ 12 સીટો જીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *