પોતાના જ લગ્નમાં ભાન ભૂલ્યો વરરાજો અને… -આ વિડીયો જોઇને હસી નહિ રોકી શકો

Published on Trishul News at 4:56 PM, Sat, 19 June 2021

Last modified on June 19th, 2021 at 4:59 PM

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

લગ્ન એ કોઈ પણ વ્યક્તિના જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ હોય છે. આ દિવસે એક નવા સંબંધની શરૂઆત થાય છે. લગ્ન સંબંધીઓ માટે પણ એક ખાસ પ્રસંગ છે જ્યારે દરેક લોકો ખૂબ ખુશ હોય છે. ત્યારે લગ્નની જાન દરમિયાન વરરાજો તેમના મિત્રના ખંભા પર ચડી જાય છે અને પછી નીચે પડી જાય છે.

આ રમૂજી વીડિયોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ official_niranjanm87 નામના યુઝરે શેર કર્યો છે. વિડીઓમાં વરરાજાની જાન નીકળતી નજરે પડે છે. આ જાનમાં સબંધીઓ પણ નાચી રહ્યા છે. ત્યારે વરરાજાનો મિત્ર તેમને તેમના ખંભા પર બેસાડીને ઉચો કરે છે. આજુબાજુ રહેલા બાળકો જોરદાર ડાન્સ કરી રહ્યા છે. ત્યારે અચાનક જ વરરાજો તેમના મિત્રના ખંભા પરથી જમીન પર નીચે પછડાઈ છે. સાથે તેનો મિત્ર પણ જમીન પર પડે છે. આજુબાજુમાં રહેલા લોકો ઝડપથી વરરાજાને લેવા માટે દોડી આવે છે.

વીડિયો જોઇને લોકો વરરાજા વિશે દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને વરરાજાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે લગ્ન તેમના માટે એક ખાસ પ્રસંગ ગણાય છે. ત્યારે આવી બેદરકારી ન દાખવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "પોતાના જ લગ્નમાં ભાન ભૂલ્યો વરરાજો અને… -આ વિડીયો જોઇને હસી નહિ રોકી શકો"

Leave a comment

Your email address will not be published.


*