વિશ્વને સૌથી મોટા રાહતના સમાચાર મળ્યા- કોરોનાની સફળ વેક્સીનનો વિડીયો થયો વાયરલ, 83 લાખથી પણ વધારે લોકોએ…

હાલમાં આખી દુનિયા એ દોડમાં લાગેલી છે કે કોણ ઝડપથી કોરોના વાઇરસની રસી શોધી કાઢે છે.અહીંયા અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી દુનિયામાં મોટો…

હાલમાં આખી દુનિયા એ દોડમાં લાગેલી છે કે કોણ ઝડપથી કોરોના વાઇરસની રસી શોધી કાઢે છે.અહીંયા અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી દુનિયામાં મોટો બદલાવ આવશે. જેના લીધે કોરોનાવાયરસ સામે લડવું ખૂબ સરળ બની જશે. હાલના સમયે 150થી વધારે કોરાણા વેક્સિન સંશોધનમાં ચાલી રહી છે. તે ચાઇના થી લઈને યુરોપ અમેરિકા અને ભારત દેશમાં તેની શોધ ઉપર કામ થઇ રહ્યું છે.

અત્યારે દરેક દેશ કોરોનાવાયરસની રસી શોધવામાં મંડી પડ્યું છે. તેમાંથી કેટલાકને સફળતા મળી છે તો કેટલાકને નિષ્ફળતા હાથ લાગી છે. પણ સફળતા પણ માંડ માંડ મળી છે તેવું લાગી રહ્યું છે.

આ વચ્ચે અહિયાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો તે રીતે એક પ્રકારની વેક્સિન છે જે ચાઇનામાં શોધાય છે. જેનું ફેઝ-૧ માં પરીક્ષણ પાસ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત તેનું પરીક્ષણ ફેઝ 2 મા પણ પાસ થઈ ચૂક્યું છે. અને આ રસી સફળ નીવડી શકે તેવી સૌને આશાઓ છે. અને હવે તે છેલ્લા સ્ટેજમાં છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે તેમ આબુધાબી માં 1500 જેટલા સ્વયંસેવકો ઉપર તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ પંદરસો વ્યક્તિ પર તેમનું સફળ પરીક્ષણ થશે તો આ વેક્સિન દુનિયાનાં દરેક દેશને કોરોના સામે લડવા માટે એક મજબૂત હથિયાર હશે. હાલમાં તેનું પરીક્ષણ દુનિયાના અલગ-અલગ દેશના લોકો પર કરવામાં આવી રહ્યું છે. જેથી જાણી શકાશે કે આ સમગ્ર દુનિયા માટે ફાયદાકારક છે કે નહીં.

કઈ રીતે આ વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તે તમે નીચે આપેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ વીડિયોમાં જોઇ શકાય છે તેમ દરેક ના મોઢે માસ્ક બાંધેલા છે. તેમજ દરેક લોકો સોશિયલ અંતરનું પાલન કરી રહ્યા છે. અને દરેક લોકોના ખભા નીચેના ભાગે હાથ પર આ વેક્સિન આપવામાં આવી રહી છે. હવે આપણે એ જ આશા રાખી શકીએ કે આ વેક્સિન પરીક્ષણોના તમામ સ્ટેજ માંથી પસાર થાય અને દુનિયા અત્યારે જે મહામારી સામે લડી રહ્યું છે તેમાં તેઓને સફળતા મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *