હોસ્પિટલોમાં બેડ ન મળતા કારખાનામાં વગર બેડે સારવાર લઇ રહ્યા છે દર્દીઓ- વિડીયો વાયરલ થતા ચકચાર મચી

હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે હોસ્પિટલો પણ ફૂલ થવા આવી છે. મોરબી જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી…

હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે હોસ્પિટલો પણ ફૂલ થવા આવી છે. મોરબી જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઊભરાયેલી નજરે પડી રહી છે. મોરબી જિલ્લામાં ગઇકાલે 1લી તારીખે સરકારી ચોપડે કોરોના પોઝિટિવના 26 કેસો નોંધાયા હતા અને એક દર્દીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે. એવામાં મોરબીના એક કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ વાઈરલ થઈ રહ્યો છે. આ વાઇરલ વીડિયોમાં કારખાનાની અંદર અનેક દર્દીઓ ખુલ્લામાં બાટલો ચઢાવી સારવાર લેતા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે આ વીડિયો મોરબીની કોઇ સિરામિક કારખાનાનો હોવાનું સંભળાઈ રહ્યું છે, પણ આ વાઇરલ વીડિયો હાલનો છે કે જૂનો છે એના પર સૌની નજર મંડાયેલી છે.

મોરબી જિલ્લામાં તંત્રએ 26 કેસ જ દર્શાવ્યા
સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 3645 કોરોના પોઝિટિવ કેસોમાંથી 3250 દર્દી સાજા થયા છે. આજે વધુ એક દર્દીના મૃત્યુ સાથે કુલ 219નાં મોત, એક્ટિવ કેસ વધીને 176 થયા છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવામાં આવે છે.

1 એપ્રિલ, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1585 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 26 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે, પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *