ખૂણામાં શાંતિથી ઉભો હતો આખલો, દાદાની એક ભૂલ પડી એવી ભારે કે ‘દિવસે તારા દેખાઈ ગયા’ -જુઓ વિડીયો

Published on: 10:16 am, Thu, 15 October 20

સોશિયલ મીડિયામાં અવારનવાર આપણને વિશ્વાસ ન આવે અથવા તો આપણને ખુબ હસાવે એવા વિડીયો સામે આવતા રહેતા હોય છે. ઘણીવાર આપણે એવું સાંભળ્યું હોય છે કે, રસ્તા પર ચાલ્યા જતાં વ્યક્તિ પર કોઈ પશુએ હુમલો કર્યો હોય જેને કારણે વ્યક્તિને ઇજા પહોંચી હોય.

ખરેખર તો કોઈપણ પશુ વ્યક્તિને કોઈપણ વાંક વિના હુમલો કરતું નથી. આપણે પશુને કોઈ જાતનું નુકસાન પહોંચાડ્યું હોય તો જ એ પશુ જે-તે વ્યક્તિ પર હુમલો કરતું હોય છે. ઘણીવાર તો નાની એવી મજાક કરવી પણ ખુબ ભારે પડતી હોય છે. હાલમાં આવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેને જોઈ લોકો ખુબ હસી રહ્યા છે. જીવનમાં ઘણીવાર આપણે સામે ચાલીને ઉપાધીને વ્હોરી લેતા હોઈએ છીએ. હવે આ દાદાને જ જોઈ લ્યો. આરામથી પોતાના માર્ગે જઈ રહ્યા હતા પરંતુ ખબર નહીં શું થયું તથા કારણ વિનાનાં શેરીમાં ઉભેલ સાંઢની મજાક કરી લીધી તેમજ એના શરીર પર ડંડો ફટકાર્યો.

ત્યારપછી તો શું સાંઢે પોતાનો અસલી રંગ બતાવી દીધો. દાદાને ઉપાડીને નાખ્યા. આ ઘટનાનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તો જણાવી રહ્યા છે કે, આને કહેવાય આ બેલ મુઝે માર…આ શોકિંગ વીડિયોને એક ટ્વીટર યુઝર્સે પોતાના અકાઉન્ટમાં શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં કુલ 45,000 વ્યૂઝ મળી ચુક્યા છે. જ્યારે 200થી વધુ લાઈક્સ મળી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle