પોલીસ દેખાતા જ પતિએ પત્નીના ચણીયાનું માસ્ક બનાવી નાખ્યું અને… વિડીયો થયો વાયરલ

કોરોના વાયરસના સંક્રમણને લીધે ચારેબાજુ કોહરામની સ્થિતિ બની ગઈ છે. આને કારણે શાસન-પ્રશાસને વાયરસને રોકવાં માટે ઘરમાંથી નીકળતી વખતે માસ્ક પહેરવું અનિવાર્ય બનાવી દીધુ છે.…

કોરોના વાયરસના સંક્રમણને લીધે ચારેબાજુ કોહરામની સ્થિતિ બની ગઈ છે. આને કારણે શાસન-પ્રશાસને વાયરસને રોકવાં માટે ઘરમાંથી નીકળતી વખતે માસ્ક પહેરવું અનિવાર્ય બનાવી દીધુ છે. માસ્ક ન પહેરવા પર મધ્યપ્રદેશ પોલીસ દંડ પણ વસૂલી રહી છે.

એવામાં પોલીસને જોઈને તેમજ દંડથી બચવા માટે દમોહમાં એક વ્યક્તિએ કંઈક એવું કર્યું, કે જેને જોઈને આપ પણ પોતાનું હસવું રોકી નહીં શકશો. રિપોર્ટ મુજબ, એક વ્યક્તિ માસ્ક પહેર્યા વિના જ ઘરેથી નીકળી ગયો હતો, પણ વચ્ચે રસ્તામાં પોલીસનું ચેકિંગ જોયું ત્યારે જ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો.

ત્યારપછી પોલીસની કાર્યવાહીથી બચવા માટે આ વ્યક્તિએ એવી રીત અપનાવી હતી, જેને જોઈને પોલીસકર્મીઓ પણ હસવા માંડ્યા હતાં તેમજ વીડિયો બનાવીને આ વ્યક્તિની કરતૂત જણાવવા માંડ્યા હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સરકાર દ્વારા ઘણીવાર લોકોને સૂચન આપવામાં આવી રહ્યું છે કે, તેઓ માસ્ક પહેરીને જ ઘરમાંથી બહાર નીકળે. પણ ઘણીવાર તો એવા મામલાઓ સામે આવે છે, જે મજાક બનીને જાય છે, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિએ પત્નીનો ચણિયો બાંધીને રાખ્યો છે. આ વ્યક્તિની કરતૂત જોઈને પોલીસકર્મી પણ પોતાનું હસવું રોકી ન શક્યા હતાં તેમજ વીડિયો બનાવવા લાગ્યાં હતાં. આ વીડિયો બનાવતા પોલીસકર્મી જણાવે છે કે, પત્નીનો ચણિયો બાંધી લીધો છે આ વ્યક્તિએ. આ વીડિયો હવે લોકોનું મનોરંજન પણ કરી રહ્યો છે.

રિપોર્ટ મુજબ, દમોહના બાંદકપુર ચાર રસ્તા પર લોકડાઉનમાં પણ પોલીસ ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ પોતાની પત્નીને લઈને માસ્ક પહેર્યા વિના જ આવી રહ્યો હતો. નજીક આવીને જોયું તો પોલીસ માસ્ક વિનાનાં લોકોની પાસેથી દંડ પણ વસૂલી રહી છે,

ત્યારે પત્નીએ 100 રૂપિયાના દંડથી બચવા માટે પોતાની સાથે જ બેગમાં મુકેલ સાડીનાં ચણિયાને કાઢીને પતિના મોઢા પર બાંધી દીધો હતો, જેને જોઈને ચેકિંગ કરનાર પોલીસકર્મી પણ પોતાનું હસવું રોકી શક્યા ન હતા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ અંગે એ વ્યક્તિનું જણાવવું છે કે, તેની પાસે માસ્ક ન હતું તથા તેને દંડથી પણ બચવું હતું આથી તેણે આ બાંધી દીધુ. ભલે એ વ્યક્તિએ પોલીસ તેમજ દંડથી બચવા માટે પણ પોતાની પત્નીનો ચણિયાને મોઢા પર બાંધી દીધો હતો.

પરંતુ તે કોરોનાથી તો બચાવે જ છે. આ વ્યક્તિ એ પોતાની પત્નીનો ચણિયો મોઢા પર બાંધીને ભલે લોકોના મજાકનું પાત્ર બની રહ્યો હતો, પણ પોલીસે તેને જવા દીધો હતો તેમજ તેની પત્નીની સૂઝ-બૂઝ ના સૌ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *