સાડા ત્રણ લાખથી વધુ વૃક્ષો રોપનારા વિજય ડોબરીયા લોકડાઉનમાં 5000 થી વધુ લોકોને જમાડી રહ્યા છે

Lockdown વચ્ચે ગુજરાતભરમાં સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી ઉદ્યોગપતિઓ દાનનો ધોધ વહાવી રહ્યા છે. ભૂખ્યા ને ભોજન કરાવી રહ્યા છે ત્યારે રાજકોટના એક ઉદ્યોગપતિ વિજય ડોબરીયા…

Lockdown વચ્ચે ગુજરાતભરમાં સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી ઉદ્યોગપતિઓ દાનનો ધોધ વહાવી રહ્યા છે. ભૂખ્યા ને ભોજન કરાવી રહ્યા છે ત્યારે રાજકોટના એક ઉદ્યોગપતિ વિજય ડોબરીયા ને અચૂક યાદ કરવા પડે. જેમણે છેલ્લા પાંચ વર્ષમાં 360000 જેટલા વૃક્ષો વાવીને રાજકોટ જિલ્લામાં હરિયાળી પાથરી છે. ત્યારે ધરતી ને લીલોતરી વધારનારા વિજય ડોબરીયા હાલ લોકોની જઠરાગ્ની ઠારવાનું કામ કરી રહ્યા છે.

કોરોનાવાયરસ ને કારણે હાલમાં ગુજરાત અને દેશભરમાં ધંધા-રોજગાર ખરાબ છે. ત્યારે સૌથી મોટી મુશ્કેલી શ્રમિકો અને દૈનિક ભથ્થું મેળવી ને મજૂરી કામ કરનાર લોકોને થઈ રહી છે. ત્યારે આવા લોકોને વિજય ડોબરીયા છેલ્લા 23 દિવસથી ભોજન કરાવી રહ્યા છે. 50 ટિફિન થી શરૂ થયેલા આ ભગીરથ કાર્ય અત્યારે 5000થી વધુ લોકો સુધી પહોંચી ગયું છે. અને આવતા દિવસોમાં આ આંકડો હજુ પણ વધશે.

સદભાવના વૃદ્ધાશ્રમના ૨૪૫ જેટલા વડીલો દ્વારા દરરોજ આ ટીફીન બનવવામાં આવે છે. અને ભૂખ્યા અને જરૂરિયાત મંદ લોકો સુધી પહોચાડવામાં આવે છે. આ સેવામાં અલગ અલગ સંસ્થાઓના 50 જેટલા યુવાનો પણ જોડાયા છે. આ ટ્રસ્ટ દ્વારા અહી આવતા વૃધ્ધોને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર સાચવવામાં આવે છે.

રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ ના વૃદ્ધ લોકો પણ આ સેવામાં જોડાય છે. દરરોજનો લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચ કરીને વિજય ડોબરીયા વૃદ્ધાશ્રમ ના સેવકો સાથે મળીને મુંગા અબોલ પશુપક્ષીઓ અને ભૂખ્યાઓને ભોજન કરાવી રહ્યા છે. આ વૃદ્ધાશ્રમ વિજય ડોબરીયા દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યો છે. વિજય ડોબરીયા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના રાજમાર્ગો અને પડધરી તાલુકાના ૬૦ ગામોને હરિયાળા બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *