મોદી સરકારને માલ્યાનો ટોણો- મારી જેવો નાનો માણસ પૈસા આપે છે પણ લેતા નથી અને નવી નોટો છાપીને…

શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ફરી એકવાર ટ્વીટ કર્યું છે કે તેઓ બેંકના તમામ પૈસા પાછા આપવા માગે છે. માલ્યાએ કોરોના સંકટ દરમિયાન જાહેર કરાયેલા આર્થિક પેકેજની પણ પ્રશંસા કરી હતી.

ભારત સરકારે કોરોના વાયરસના સંકટ માં એક મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ અંગે બધા પોતાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે, આ દરમિયાન લંડનથી પણ એક રિસ્પોન્સ આવ્યો છે. દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યાએ આ ઘોષણા પર કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યું, અને એમ પણ કહ્યું કે હવે સરકારે તેની પાસેથી તમામ પૈસા પાછા ખેંચી લેવા જોઈએ.

વિજય માલ્યા વતી ટ્વીટ કર્યુ કે, ‘હું કોરોના વાયરસના સંકટ માં રાહત પેકેજ પર સરકારને અભિનંદન આપું છું. તેઓ ઇચ્છે તેટલા પૈસા છાપી શકે છે, પરંતુ તેમણે મારા જેવા નાના સહયોગીઓ ને ઇગ્નોર કરવા જોઈએ, જે સ્ટેટ બેંકના તમામ પૈસા પાછા આપવા માંગે છે.

દારૂના વેપારીએ લખ્યું છે કે મારી પાસેથી બિનશરતી તમામ પૈસા લો અને કેસનો અંત લાવો.

નોંધપાત્ર વાત એ છે કે, દારૂના વેપારી વિજય માલ્યાને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે, તેના પર આશરે 9000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. વિજય માલ્યા લાંબા સમયથી લંડનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: