CM વિજય રૂપાણીની નજર સામે થયું ગંભીર કાર એક્સિડન્ટ, મુખ્યમંત્રીએ શું કર્યું જુઓ વીડિયો…

Published on Trishul News at 5:53 AM, Sat, 29 December 2018

Last modified on December 29th, 2018 at 6:02 AM

ગઈકાલે રાત્રે અમદાવાદ ગાંધીનગર હાઇવે પર રાયસણ ગામ પાસે આજે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે પુરવઠા વિભાગની કાર પલટી ખાઇ ગઇ હતી. આ સમએ જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ લગ્ન પ્રસંગેમાં હાજરી આપવા જઇ રહ્યા હતા અને માર્ગમાં અકસ્માત થયો હોવાની જાણ થતાં તેઓએ પોતાની કારનો કાફલો રોકાવી દીધો હતો.

કારમાં નીચે ઉતરીને પલટી ગયેલી કાર પાસે ગયા હતા અને હાજર લોકોના ખબર અંતર પૂછ્યા હતા, જો કે સદ્નસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. રૃપાણીએ પોલીસને કાર ચાલકને જરૃરી મદદ કરવા માટે સૂચન કર્યુ હતું. આ ઘટના અંગેનો વિડિયો તથા ફોટા સોશિયલ મિડિયામાં વાઇરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.

ટ્રાફિકને અડચણ ન થાય તે માટે મુખ્યમંત્રીએ પોતાનો કાફલો રોડની સાઈડમાં ઉભો રાખ્યો હતો. વિજય રૂપાણીએ અકસ્માત કેવી રીતે થયો તેની વિગત મેળવી હતી. તેમજ દૂર્ઘટનાગ્રસ્ત કાર પાસે આવીને એક વ્યક્તિને પૂછ્યું હતું અને ત્યાર બાદ તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર મળે તે માટે પોલીસને આદેશ કર્યા હતા.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પોતાનો કાફલો અટકાવ્યો હતો. એટલું જ નહીં તાત્કાલિક અકસ્માતની જગ્યાએ દોડી ગયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માતનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે આદેશ આપ્યો હતો. ગાંધીનગર નજીક કુંડાસણ પાસે સર્જાયેલા અકસ્માતમાં કાર ફંગોળાઈને દૂર પડી હતી. આ બનાવ અંગે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

આ પહેલા પણ એક પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનો કાફલો રોકાવીને અકસ્માત પીડિતોને મદદ કરી હતી. ઘણીવાર સમાચાર માધ્યમોમાં સંવેદનશીલ મુખ્યમંત્રી બોલાઈ રહ્યું છે તે ખરેખર સાર્થક દેખાયું હતું.

Be the first to comment on "CM વિજય રૂપાણીની નજર સામે થયું ગંભીર કાર એક્સિડન્ટ, મુખ્યમંત્રીએ શું કર્યું જુઓ વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*