ભારતીય જવાનોને મળ્યા વિકી કૌશલ, સેના માટે બનાવી રોટલી.

બોલિવૂડમાં ભારતના વીરો ઉપર ઘણી ફિલ્મો બની છે.કોઈ બોલિવૂડ સ્ટાર માટે એક સિપાહી નું પાત્ર ભજવવું કોઈ હીરોની લાઈફ જીવવાથી ઓછું નથી હોતું. આવા અભિનેતાઓની…

બોલિવૂડમાં ભારતના વીરો ઉપર ઘણી ફિલ્મો બની છે.કોઈ બોલિવૂડ સ્ટાર માટે એક સિપાહી નું પાત્ર ભજવવું કોઈ હીરોની લાઈફ જીવવાથી ઓછું નથી હોતું. આવા અભિનેતાઓની લિસ્ટમાં અક્ષય કુમાર સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા અભિનેતા શામેલ છે.આ વર્ષની શરૂઆતમાં જ એક નવા અભિનેતાનું નામ જોડાયું છે. જેમને આર્મી જવાન ના રોલમાં ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેતા વિકી કૌશલ ની.ફિલ્મ uri : the surgical strike બાદ હવે વિકી કૌશલ દેશના અસલી હીરો એટલે કે આર્મી જવાનોના સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો છે.

વિકી કૌશલ ને અરુણાચલ પ્રદેશના તવાંગમાંભારત ચીન સીમા ઉપર ભારતીય સૈનિકો સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો છે. તેઓએ ખાલી જવાનો સાથે મુલાકાત ન કરી પરંતુ તેમણે તેના માટે કંઈક એવું કર્યું જેનાથી લોકો હેરાન થઈ ગયા.

વિકી કૌશલ એ સેનાના જવાનો માટે રોટલીઓ બનાવી.ખાસ વાત તો એ છે કે તેમણે જીવનની પહેલી રોટલી બનાવી જે તેમણે દેશની સેના માટે બનાવી.આભાર ખુદ તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. આ સાથે તેઓએ પોતાની પહેલી રોટલી બનાવવાની તસવીર પણ શેર કરી છે.

વિકી કૌશલ પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર તસવીર શેર કરતાં લખ્યું છે કે અરુણાચલ પ્રદેશના જંગમાં ભારત ચીન સીમા ઉપર 14 હજાર ફૂટની ઊંચાઈ ઉપર રહેલી આપણી ભારતીય સેના સાથે કેટલાક દિવસો પસાર કરવાનો ચાન્સ મળ્યો તેથી હું ખુશ છું. જય જવાન જય કિસાન. તેમજ રોટલી બનાવતા એક તસવીરમાં લખ્યું કે મેં મારા જીવનની પહેલી રોટલી બનાવી છે તે ભારતીય સેના માટે છે.

જણાવી દઈએ કે પુરી the સર્જીકલ સ્ટ્રાઈક બાદ હવે વિકી મેઘના ગુલઝારની ફિલ્મ સેમ ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ ફર્સ્ટ ફિલ્ડમાર્શલ સેમ માણેકશાના જીવન ઉપર આધારિત છે. આ ફિલ્મ 2021 માં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *