બસો વર્ષ થી ખાલી પડ્યું છે રાજસ્થાન ના ગામ. જાણો કારણ..

રાજસ્થાનના જેસલમેરમાં કુલધારા નામનું એક ગામ આવેલું છે ત્યાંના લોકો તેને રાતોરાત છોડીને કોણ જાણે ત્યાં ચાલ્યા ગયા અને 19મી સદીની શરૂઆત થી જ આ…

રાજસ્થાનના જેસલમેરમાં કુલધારા નામનું એક ગામ આવેલું છે ત્યાંના લોકો તેને રાતોરાત છોડીને કોણ જાણે ત્યાં ચાલ્યા ગયા અને 19મી સદીની શરૂઆત થી જ આ ગામ વિરાન પડ્યું છે અને આ અભી રાની ને કારણે અહીંયા ભૂતોનો વાસ હોવાની વાર્તાઓ લોકો કરે છે.

લોકોનું કહેવું છે કે આ જગ્યા શાપિત છે અને હવે અહીંયા હું તો રહે છે. કોઈ સમયે અહીંયા સમૃદ્ધ પાલીવાલ બ્રાહ્મણ સમુદાયના લોકો વસવાટ કરતા હતા પરંતુ જેસલમેરના શાલીન શક્તિશાળી મંત્રી સલીમ સિંહદ્વારા કરવામાં આવેલા અત્યાચારોથી તંગ આવીને બધા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા.

આ ગામની બહાર સીમા ઉપર રહેતા એક વૃદ્ધ સુમા રામે કહ્યું કે સલીમ સિંહ આ ગામની એક છોકરીને પસંદ કરતો હતો. ગામના લોકો પોતાના સન્માનની રક્ષા કરવા માટે એક રાતે ક્યાંક ચાલ્યા ગયા. તેઓ ગાયબ થઇ ગયા. ભગવાન જાણે છે તેઓ ક્યાં ગયા છે. લોકકથા અનુસાર અહીંયાના મૂળ નિવાસીઓ એ આ જગ્યા ને શ્રાપ આપ્યો હતો એટલા માટે અહીંયા કોઈ પણ રહેતું નથી.

સુમા રામ એ જણાવ્યું કે ગામમાં જુના ઘરોના ખંડેર છે બીજું કંઈ જ નથી.પાલિવાલ બ્રાહ્મણો એ પોતાના સન્માનની રક્ષા માટે આ ગામ છોડ્યું હતું અને ત્યારબાદ આ ગામ ક્યારેય વાંચી શકયું નહીં. તેઓએ કહ્યું કે અહીંના લોકો સામાન્ય રીતે એવું માને છે કે અહીંયા જ રહે છે પરંતુ એવું કશું જ નથી. તેમણે કહ્યું કે અહીંયા ઘણા સમયથી એવું કંઈ જ બન્યું નથી જે ભૂતોની હાજરી સૂચવે.

વૃદ્ધે કહ્યું કે આ બધું ખોટું છે ઘણા લોકો મારી પાસે ભૂતો વિષે પૂછવા આવે છે. પણ મને ખબર નથી કે તે લોકોએ આ બધી વાર્તાઓ ક્યાંથી સાંભળી મેં પણ ક્યારેય ભુત ની હાજરી હોવાનો અનુભવ કર્યો નથી. તેમજ આ ક્ષેત્રમાં એક કામ કરનાર વ્યક્તિએ કહ્યું કે તેમના દીકરાઓ દિવસ-રાત અહીંયાં રહે છે પરંતુ તેમને પણ એવો કોઈ અનુભવ થયો નથી.

કુલધારા એક પુરાતાત્વિક સ્થળ છે અને અહીંયા દિવસમાં ખાસ કરીને વરસાદ ના સમયે ઘણાં પર્યટકો આવે છે. હરિયાણાના એક પર્યટક રૂપેન્દ્ર સિંહે કહ્યું કે આ એક સારી જગ્યા છે અમે તેના વિશે ઘણી વાર્તાઓ સાંભળી હતી અને તે પોતાના વિશ્વાસ ઉપર આધાર રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *