‘પ્રાણ છે ત્યાં સુધી VIP દરબાર નહિ ભરું’ કહેનારા બાબાનો ભક્તિભાવ કે ભેદભાવ? સામાન્ય લોકો ખરા તડકામાં શેકાયા તો ધનિકોને ACમાં લીલાલહેર

Published on Trishul News at 2:38 PM, Fri, 2 June 2023

Last modified on June 2nd, 2023 at 2:40 PM

VIP Durbar Of Dhirendra Shastri In Rajkot: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Shastri) હાલ ગુજરાતના પ્રવાસે છે. સુરત, અમદાવાદ સહિત બીજા અનેક શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. રાજકોટમાં મોડી રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રી નો VIP દરબાર (Dhirendra Shastri VIP Durbar) યોજાયો હતો. આ VIP દરબાર રાત્રે 1:30 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ચાલ્યો હતો. જાણવા મળ્યું છે કે, આ દરબારમાં કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ VIP ગેસ્ટ અને આયોજક સમિતિના સગા સંબંધીઓ હતા. સાથે સાથે જ જાણવા મળ્યું છે કે, આ દરબાર ની ટિકિટો પણ જાહેરમાં વેચાઈ હતી. ત્યારે ફરી એક વખત VIP દરબારને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી પર સવાલોનો ઢગલો થયો છે.

બાબાએ જણાવ્યું હતું કે, VIP દરબાર નહીં યોજાય
તમને જણાવી દઈએ કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ રાજકોટના બે દિવસીય પ્રવાસે છે. ગઈકાલે રેસકોર્સ ખાતે તેમના દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લાખોની સંખ્યામાં ભક્તોની મહેરામણ ઉમટી હતી. આ દરબાર પૂરો થતાં જ મોઢે રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રી નો VIP દરબાર પણ યોજાયો હતો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોઈ VIP દરબાર યોજાવાનો નથી.

ગઈકાલે રાજકોટના રેસકોર્સ મેદાન પર સાંજના છ વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેને પગલે શ્રદ્ધાળુઓ પ્રાર્થના ત્રણ વાગ્યાથી જ દરબાર સ્થળે આવવા લાગ્યા હતા. બાબાનો દિવ્ય દરબાર સાંજના છ વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ 12 કલાક પહેલા જ ભક્તો આવવા લાગ્યા હતા.

ક્યારે વીઆઈપી કેવી વીઆઈપી દરબાર નહીં લગાવું
વીઆઇપી દરબાર અંગે ગઈકાલે જ ધીરેન્દ્ર શાસ્ત્રીય કહ્યું હતું કે, આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ શું ઓછા છે? એકાદ અમે બનાવી દઈએ… જેથી અન્ય ધર્મમાં જવાની કોઈને જરૂર ન પડે. વીઆઈપી કે વીવીઆઇપી દરબાર વિશે મને કશું નથી ખબર. ક્યારેક આ પ્રકારનો મારો દરબાર થયો નથી, અને જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી ક્યારેય વીઆઈપી દરબાર નહીં લગાવું.

બાબાની ભક્તિમાં લીન થવા સગર્ભા પણ પહોંચી
જાણવા મળ્યું છે કે, ગતરોજ રાજકોટમાં યોજાયેલા બાબાના દિવ્ય દરબારમાં સૌરાષ્ટ્રભર માંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટીયા હતા. બાબાની એક ઝલક જોવા, કલાકો વહેલા આવી બેઠેલા લોકોમાં સગર્ભા મહિલા પણ જોવા મળી હતી. ગર્ભવતી હોવા છતાં ખરા તડકામાં આ મહિલા બાબા માટે પહોંચી હતી. આટલું જ નહીં હજારો ભાવિકો ખરા તડકામાં કલાકો સુધી શેકાયા હતા. આ સાથે જ મધ્યપ્રદેશ થી એક ભાવિક બાઇક લઈને આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "‘પ્રાણ છે ત્યાં સુધી VIP દરબાર નહિ ભરું’ કહેનારા બાબાનો ભક્તિભાવ કે ભેદભાવ? સામાન્ય લોકો ખરા તડકામાં શેકાયા તો ધનિકોને ACમાં લીલાલહેર"

Leave a comment

Your email address will not be published.


*