ગુજસીટોક અંતર્ગત ખંડણીખોર વિપુલ ગાજીપરા અને તેનો સાગરીત ઝડપાયા

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા  GUJCTOC નો કાયદો 1લી ડિસેમ્બરે ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના…

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા  GUJCTOC નો કાયદો 1લી ડિસેમ્બરે ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો રાજ્યમાં 1લી ડિસેમ્બર અમલી બન્યો હતો.

સુરત શહેરમાં ગુજસીટોક નો મામલો સામે આવ્યો છે. આ મામલાના આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક ગુનાના મુખ્ય આરોપીઓને પકડી પાડયા હતા.આ મુખ્ય આરોપીઓના નામ વિપુલ ગાજીપરા અને ડેનિસ ઉર્ફે નાનો ખત્રી ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ બે આરોપીઓ પર ગુજસિકોટ કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. ખંડણી સાથે અન્ય ગુનામાં પણ આરોપી વિપુલ ગાજીપરા અને ડેનિસ પર ગુજસિકોટ હેઠળ ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી વિપુલ ગાજીપરા છે.આ બંને આરોપીઓ જુનાગઢ થી ઝડપાયા હતા. આ બંને આરોપીઓ પર 10 થી વધુ ફરિયાદ છે. આ બંને આરોપીઓ ટેકસટાઇલના વેપારીને ધમકી પણ આપતા હતા.

ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ માં આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *