વાંદરાઓ પણ માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યા છે, આ વિડીયો જોઇને તમે પણ ચોંકી ઉઠશો

દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ખુબ ઝડપી રીતે ફેલાઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસ ના કેસ ૭૬ લાખથી પણ વધુ થઇ ગયા છે. તેવામાં લોકડાઉન…

દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ખુબ ઝડપી રીતે ફેલાઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસ ના કેસ ૭૬ લાખથી પણ વધુ થઇ ગયા છે. તેવામાં લોકડાઉન પછી સરકારે તમામ નાગરિકોને તેમની સુરક્ષા માટે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે મોઢા પર માસ્ક લગાવાનું ફરજીયાત કર્યું છે.

પણ તેમ છતાં અનેક લોકો આ નિર્ણયને નજર અંદાજ કરે છે. માસ્ક વિના રસ્તા પર નીકળનાર લોકો પાસેથી પોલીસ દંડ પણ ઉધરાવી રહી છે. સોશિયલ મીડિયામાં એક માસ્ક પહેલા વાંદરાનો કોમેડી વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

લોકો આ વીડિયોને જોઇને અલગ અલગ પ્રકારની કૉમેન્ટ કરી પણ રહ્યા છે. કેટલાક લોકોનું આ વીડિયો જોઇને કહેવું છે કે, હવે બિચારા પ્રાણીઓ પણ સમજી ગયા છે, પણ માણસો નથી સમજતા. તો કેટલાક યુઝર્સે કહ્યું કે આને પણ માસ્ક પહેરીને ગભરામણ થતી હશે. જે પણ કારણ હોય રસ્તાના આ વાંદરાનો અને તેના કોમેડીની માસ્કનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોને આજની સ્થિતિને ધ્યાનમાં રાખી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને મંગળવારે IFS અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં દેખાય છે કે, વાંદરાની ટોળકી રસ્તાની પર બેઠી છે. અને એક વાંદરાને કોઇ કપડું મળી જાય છે. જે પછી તે કપડાને ચહેરા પર બાંધીને તે રમત કરી રહ્યો છે. જાણે કે ફેસ માસ્ક પહેર્યો હોય તેવું લાગી રહ્યું છે.

લગભગ 10 સેકન્ડના આ વીડિયોમાં ચહેરા પર કપડું બાંધીને વાંદરો એ ચાલવાનો પ્રયાસ કરે છે જે પછી તે કપડું કાઢી નાખે છે. જો કે જોવામાં આ વીડિયો ખૂબ જ કોમેડી છે. અને આજ કારણે અનેક લોકો આ વિડીયોને પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વાર જોવામાં આવી ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *