ટોઇલેટના કમોડ ઉપર બેઠો હતો યુવક, અચાનક અંદરથી સાપ નીકળ્યો અને પછી જે ખેલ થયા…

ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે, કે જેને જાણીને આપણને નવાઈ લગતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી…

ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે, કે જેને જાણીને આપણને નવાઈ લગતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. થાઇલેન્ડમાંથી એક અજબ કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળ્યા બાદ તમે પણ બાથરૂમ અથવા તો સંડાસમાં જતા પહેલાં કમોડ ચેક કરવાનું શીખી જશો.

થાઇલેન્ડમાં આવી જ એક ડરામણી ઘટના બની છે. જેને સાંભળ્યા બાદ તમે પણ વિચારમાં પડી જશો. થાઇલેન્ડમાં રહેતાં માત્ર 18 વર્ષનો યુવક દરરોજની જેમ સવારમાં બાથરૂમમાં ગયો તેમજ જેવો એ કમોડ પર બેઠો ત્યારે પાછળથી સાપે એના પ્રાઇવેટ અંગમાં બટકું ભર્યું હતું.

ડેલી મેલ પ્રમાણે આ ઘટના થાઇલેન્ડની રાજધાની બૈંકાકથી કુલ 13 કિલોમીટર ઉત્તરમાં આવેલ શહેર નોથાબુરીની છે. માત્ર 18 વર્ષનાં સિરાકોપ માસુકારતને સાપના કરડી ગયાં બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જો કે, સાપે એના પ્રાઇવેટ અંગમાં બટકું ભર્યું હતું એ ઘણી ચોંકવનારી વાત છે.

આ યુવકનું નામ સિરાકોપ છે. તેણે જણાવતાં કહ્યું કે, એ દરરોજની જેમ જ એના વોશરૂમમાં સવારમાં જાગીને ગયો હતો તથા એ કમોડ પર જેવો બેઠો ત્યાં તો એના પ્રાઇવેટ અંગમાં જોરદારનો દુખાવો થયો એને ચમકીને જોયું તો બધેથી લોહી નીકળી રહ્યું હતું.

સિરાકોપનાં જણાવ્યા પ્રમાણે કમોડમાં એક સાપ હતો કે, જેણે એના પ્રાઇવેટ અંગમાં મજબૂતીથી પોતાના દાંત દબાવેલા હતા. તેણે ભારે મુશ્કેલીની સાથે સાપથી પોતાને છોડાવીને ત્યાંથી ભાગી ગયો. જો કે, એને ઘણું લોહી પણ વહી ગયું હતું.

જો કે, પાછળથી આ સાપને પકડી લેવામાં આવ્યો હતો. સારી વાત તો એ છે કે, આ સાપ ઝેરીલો ન હતો પરંતુ એનાં હુમલાથી યુવકના પ્રાઇવેટ અંગને ઘણું નુક્શાન થયું છે અને ડોક્ટરનાં મત પ્રમાણે એને ઇન્ફેક્શન ફેલાવાનો પણ ખતરો રહેલો છે. જો કે, હાલમાં ડોક્ટરે એને ઘરે જવાની છૂટ આપી દીધી છે. આ સાપને પણ પાછળથી પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *