નિંદ્રાધીન વ્યક્તિને ઊંઘમાં થઇ ગયા યમરાજના દર્શન, વિડીયો જોઈ રુવાડા બેઠા થઇ જશે

આજકાલ સોશિયલ મીડિયામાં બીજા સાથે પ્રેંકના અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ઘણા યુટ્યુબર અથવા વિડીયો ક્રિયેટર બીજા સાથે પ્રેંક કરી તેમની પ્રતિક્રિયા કેમેરામાં કેદ…

આજકાલ સોશિયલ મીડિયામાં બીજા સાથે પ્રેંકના અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ઘણા યુટ્યુબર અથવા વિડીયો ક્રિયેટર બીજા સાથે પ્રેંક કરી તેમની પ્રતિક્રિયા કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે. તમે પણ તમારા ફોનમાં આવા ઘણા પ્રેંક જોયા હશે અને પસંદ પણ કર્યા હશે. પરંતુ ક્યારેક ક્યારેક તો પ્રેંક એટલા માથાભારે હોય છે કે, ઊંઘમાં ઉંઘેલાને પણ ધ્રુજાવી દે છે. હાલ આવો જ એક પ્રેંક વિડીયો સામે આવ્યો છે.

કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓને તક મળતા જ બીજા વ્યક્તિને હેરાન કરવા લાગે છે. તેઓ બીજા વ્યક્તિની મસ્તી કરવા માટે અનેક કીમિયા શોધતા રહેતા હોય છે. ક્યારેક ભૂત બનીને તો ક્યારેક ચૂડેલના રૂપમાં પોતાના નજીકના લોકોને ડરાવતા હોય છે. ક્યારેક તેઓ તેમના આ કીમિયામાં સફળ થાય છે, તો ક્યારેક કરેલી મહેનત પાણીમાં પણ જતી રહે છે. હાલમાં એવા જ એજ બનાવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભૂતનો પોશાક પહેરેલો વ્યક્તિ ઊંઘી રહેલા વ્યક્તિને ડરાવવા માટે તેની પાસે પહોંચે છે.

View this post on Instagram

 

A post shared by @planet_visit

આ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે ડરામનું માસ્ક પહેરેલો એક વ્યક્તિ રસ્તા પર સૂઈ રહેલા એક વ્યક્તિની નજીક આવે છે, અને તેને ચીડવવા લાગે છે. અચાનક તેની ઊંઘ ઉડી જાય છે અને તે તેને જોઈને ખૂબ જ ગભરાઈ થઈ જાય છે. હેરાન કરીને તે વ્યક્તિ થોડી વાર પછી ત્યાંથી ભાગી જાય છે.

વિડીયોના અંતમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઊંઘતો વ્યક્તિ ખૂબ જ ડરી જાય છે. આ રીતે વ્યક્તિએ તેની સાથે ડરામણી હરકતો કરી હતી. હવે સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયોને planet_visit નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *