કોણ કહે છે ભૂત નથી દેખાતા, હવે તો CCTVમાં જ કેદ થઇ આત્મા- જાણી આંખે અંધારા આવી જશે

Published on Trishul News at 11:37 AM, Fri, 11 December 2020

Last modified on December 11th, 2020 at 11:37 AM

ફિલિપાઇન્સનાં પેંગાસિનન શહેરથી એક એવો વીડિયો વાયરલ થયો છે જે સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચાસ્પદ બન્યો છે. આ વીડિયોમાં જે જોવા મળ્યું છે તેને સમજવું આશરે અશક્ય છે. એક કરિયાણાની દુકાનની બહાર લગાવેલા CCTV કેમેરામાં કેદ થયેલ આ વીડિયો છે એમાં અજબ પ્રકારનો પડછાયો જોવા મળ્યો છે. આ પડછાયો રસ્તા ક્રોસ કરે છે તેમજ બધા વાહનની આરપાર નીકળે છે.

‘ધ સન’નાં રિપોર્ટ અનુસાર, આ ડરાવતો વીડિયો બહાર આવ્યા પછી શહેરનાં ઘણા વિસ્તારમાં લોકો ઘણા ડરી ગયા છે. વીડિયોમાં જોવા મળ્યું છે કે, આ રહસ્યમયી પડછાયો એક લૉરી, 2 કાર તેમજ 1 મોટરસાઇકલની આરપાર નીકળી જાય છે. એવું પણ લાગે છે કે, તેને કોઈ જોઈ નથી શકતું. જે દુકાનદારનાં CCTVમાં આ વીડિયો કેદ થઇ ગયો છે તેણે તેને જિન જણાવ્યું છે જે એક પ્રકારનો શેતાન ગણવામાં આવે છે. દુકાનદાર અનુસાર આ વિડીયો જૂનનો છે તેમજ ડિલીટ કરવામાં એની નજર આ હિસ્સા પર પડી હતી.

આ વીડિયોમાં એક માણસનાં પડછાયા જેવું કંઈક જોવા મળ્યું છે જે રસ્તો ક્રોસ કરે છે. તે વાહનોની આરપાર નીકળી જાય છે. વીડિયોમાં જોવા મળ્યું છે કે, ડિલીવરી બોયથી તે સાવ પાસેથી પસાર થાય છે. આ ડિલીવરી બોયનું નામ માઇકલ ફોર્ટો છે જે આ વીડિયો જોયા પછીથી જ ખુબ જ ડરેલો છે.

માઇકલે કહ્યું કે, મને તો હજુ સુધી મારી આંખો પર વિશ્વાસ થતો નથી, મને એવું લાગ્યું કે, તે ફક્ત ટીવીમાં જ દેખાય છે. દુકાનદાર એની રેનાલ્તો અનુસાર તેમને પણ હાલ આ કામ કરવાથી ડર લાગ છે. તેઓએ જણાવ્યું કે, જ્યારે પણ હું અહીંયાથી પસાર થઉં છું તો ત્યારે લાગે છે કે, કોઈ મને જોઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Be the first to comment on "કોણ કહે છે ભૂત નથી દેખાતા, હવે તો CCTVમાં જ કેદ થઇ આત્મા- જાણી આંખે અંધારા આવી જશે"

Leave a comment

Your email address will not be published.


*