કુંભારે એવી મટકી બનાવી નાખી કે, જન્માષ્ટમી પછી આખું ગામ કુંભારને ગોતે છે! આ વિડીયો જોઇને ખખડી પડશો

Published on: 4:43 pm, Sat, 11 September 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક મજેદાર વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

જન્માષ્ટમી 2021 ના ​​કેટલાક વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે કોરોનાવાયરસને કારણે, કેટલાક સ્થળોએ તહેવારોની ભાવના હજી પણ ઠંડી છે, પરંતુ લોકો તેમની મજા માણવાની રીતો પણ શોધે છે. આપને સૌ જાણીએ છીએ કે, જન્માષ્ટમીના ખાસ પ્રસંગે મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વાયરલ વીડિયોમાં પણ ગામના કેટલાક યુવાનો મટકી ફોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ રમુજી વીડિયો જોઈને લોકો ખડખડાટ હસી રહ્યા છે. આ દિવસોમાં મટકી ફોડ પ્રોગ્રામનો એક વીડિયો ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં લોકોનું ટોળું એક જગ્યાએ મટકી ફોડવા માટે ભેગું થયું હતું.

વીડિયોમાં લોકોએ પિરામિડ બનાવ્યું છે. એક માણસ ખભા પર ચઢીને ત્યાં લટકી રહેલ મટકી ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે લાંબા સમય સુધી પ્રયત્ન કર્યા પછી પણ મટકીને કશું થતું નથી, ત્યારે વ્યક્તિ નીચે ઉતરે છે અને બીજી વ્યક્તિ આવે છે અને તેની જગ્યા લે છે. પણ તેનાથી પણ આ મટકી ફૂટતી નથી.

આ રમુજી વિડીયો IPS અધિકારી રૂપિન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. આ અંગે એકથી વધુ રમુજી ટિપ્પણીઓ આવી રહી છે. ઘણા લોકો પૂછે છે કે શું ફેવિકોલ ઉમેરીને મટકી બનાવવામાં આવી છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.