દુલ્હનને જોતા જ હરક પદુડો દુલ્હો એવું કરવા લાગ્યો કે, સોસીયલ મીડિયામાં વાયરલ થઇ ગયો વિડીયો

Published on Trishul News at 10:43 AM, Sat, 26 June 2021

Last modified on June 26th, 2021 at 10:43 AM

છેલ્લા કેટલાક મહિનાઓથી લોકડાઉન હોવા છતાં લગ્નગાળો જોવા મળી રહ્યો. કેટલાક લોકો લોકડાઉન ખુલવા સુધી રાહ જોતા હતા. હાલ લગ્નને લઇને જ એક વિડીયો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે, જેમાં એક વર તેની વધુને જોઇને ખૂબ ખુશ થઈ જાય છે અને નાચવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Timli [ 20K ? ] (@gujjutimli)

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્ન દરમિયાન દુલ્હનને જોયા પછી તે ખૂબ ઉત્સાહિત થઈ જાય છે અને દુલ્હનની સામે જ હરકપદુડો થઈને નાચવા લાગે છે. વરરાજા ગુજરાતી ગીત ‘ધીરે ધીરે નાચ..’ પર બંને હાથ ઉચા કરી મસ્તી સાથે ડાન્સ કરી રહ્યો છે. વરરાજાના ડાન્સ જોઈને દુલ્હન પણ શરમાઈ જાય છે અને હસવા લાગે છે.

ત્યાં ઉભેલા લોકો પણ દુલ્હનને ડાન્સ કરવાનું કહે છે, પરંતુ તે શરમને લીધે ખુલીને ડાન્સ કરી શકતી નથી. વરરાજાના ડાન્સ જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની ખુબ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોને જોયા પછી કેટલાક લોકોએ કહ્યું, ‘મોજ કર દી બેટે’. આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે અને લાખો લોકોએ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "દુલ્હનને જોતા જ હરક પદુડો દુલ્હો એવું કરવા લાગ્યો કે, સોસીયલ મીડિયામાં વાયરલ થઇ ગયો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*