સુતેલી યુવતીના મોઢામાં ઘુસી ગયો ચાર ફૂટ લાંબો સાપ, બહાર કાઢવામાં ડોક્ટરને પણ છુટી ગયો પરસેવો

વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર સાપને લઈને અનેક વિડીયો(Video) જોવા મળે છે. આમાંથી કેટલાક વિડીયો રુવાડા બેઠા કરી દે છે, જ્યારે કેટલાક આશ્ચર્યજનક છે.…

વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર સાપને લઈને અનેક વિડીયો(Video) જોવા મળે છે. આમાંથી કેટલાક વિડીયો રુવાડા બેઠા કરી દે છે, જ્યારે કેટલાક આશ્ચર્યજનક છે. જો કે વિશ્વભરમાં સાપની ઘણી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલાક વિશે આપણે જાણીએ છીએ, જ્યારે કેટલાક હજુ પણ આપણા માટે અજાણ છે. જ્યાં એક તરફ કેટલાક લોકો સાપને જોઈને ધ્રૂજી જાય છે, તેનું નામ લેતા જ અમુક તો ડરી જાય છે. આજે અમે તમને એવો જ એક વિડીયો(Snake In Mouth video) બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક મહિલાના પેટમાંથી સાપને બહાર કાઢવામાં આવી રહ્યો છે.

હાલમાં જ આવા જ એક સાપનો હચમચાવી દે તેવો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા પણ રુવાડા બેઠા થઇ જશે. આ હેરાન કરી દે તેવા વિડીયોમાં ડૉક્ટરોની ટીમ સર્જરી દ્વારા મહિલાના મોંમાંથી એક ખતરનાક અને લગભગ 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢતી જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાપ મહિલાના મોંમાં ત્યારે ઘુસી ગયો હતો જ્યારે તે ઊંઘી રહી હતી. જો કે આ વિડીયો જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર તે ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં આ વિડીયો રશિયાના દાગેસ્તાનનો જણાવવામાં આવી રહ્યો છે. વિડીયોની શરૂઆતમાં, તમે જોશો કે એક મહિલા ઓપરેશન થિયેટરમાં બેભાન પડી રહી છે, તેની આસપાસ ડોક્ટરોની ટીમ છે. ડૉક્ટરો ઓપરેશન દ્વારા મહિલાના મોઢામાંથી સાપને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન એક મહિલા ડૉક્ટર મહિલાના મોંમાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નાખે છે અને 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલાના મોંમાંથી સાપ નીકળતાની સાથે જ ડોક્ટર પર હુમલો કરી દે છે. જો કે, ડોક્ટર તેનાથી બચી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ફેસિનેટિંગ ફેક્ટ્સ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયો જૂનો છે, પરંતુ ફરી એકવાર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. 11 સેકન્ડના આવિડીયોમાં ડોક્ટરો બેભાન મહિલાના મોંમાંથી સાપને બહાર કાઢતા જોવા મળે છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 1.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વિડીયોને 40 હજાર લોકોએ લાઈક કર્યો છે. વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ડોક્ટરે મહિલાના મોંમાંથી 4 ફૂટનો સાપ બહાર કાઢ્યો. મહિલા સૂતી હતી ત્યારે સાપ અંદર ઘુસ્યો હતો.

સોશિયલ મીડિયામાં આ પ્રકારના અનેક વિડીયો અવારનવાર વાયરલ થતા રહેતા હોય છે. જેને જોઇને સૌ કોઈના રુવાડા બેઠા થઈ જાય છે. ત્યારે આ સાપ વાળો વિડીયો સૌ કોઈને હેરાન કરી દે તેવો છે. હાલમાં આ વિડીયો ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. લોકો પોતાના જુદા-જુદા અભિપ્રાયો આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *