હાઈવે પર ડ્રાઇવર વિના જ દોડી રહી છે આ કાર, વિશ્વાસ ન આવે તો જુઓ વિડીયો… 

Published on Trishul News at 5:17 PM, Thu, 15 October 2020

Last modified on October 15th, 2020 at 5:58 PM

સમગ્ર વિશ્વમાં ટેસ્લા (Tesla) કાર ઓટોપાયલટને લીધે ખુબ પ્રખ્યાત બની છે. ભારતમાં હજુ સુધી આવી ટેક્નોલોજી વાળી કાર આવી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઓટોપાયલટ કારનો (Auto Pilot Car) એક વીડિયો ખુબ ચર્ચામાં આવી રહ્યો છે.

વીડિયોમાં એક વ્યક્તિ જે સહચાલકની સીટ પર આરામથી બેઠેલો જોવાં મળે છે પરંતુ ડ્રાઇવરની સીટ પર કોઈ જોવાં મળતું નથી. આ વીડિયોને જોઈ લોકો કેટલાક આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, ડ્રાઇવર વિના આ કાર આપમેળે કેવી રીતે ચાલી રહી છે.

વાયરલ થયેલ વીડિયો તમિલનાડુનો છે પણ એના ચોક્કસ લોકેશન વિશે જાણકારી મળી નથી. પ્રીમીયર પદ્મિની કારના આ વીડીયોને ટૈગોર ચેરીન નામના એક ફેસબુક યૂઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. ક્લિપની શરૂઆતમાં તો હાઇવે પર પ્રીમિયર પદ્મિની કાર આપમેળે ચાલતી જોવા મળી રહી છે. એક વ્યક્તિ સહ-ચાલકની સીટ પર બેઠેલો જોવાં મળે છે.

એને જોઈ એવું લાગઈ રહ્યું છે કે, જાણે સીટ પર ડ્રાઇવર ન હોવાને કારણે એને કોઈ ફેર પડતો નથી. માસ્ક પહેરેલ આ વ્યક્તિ કારમાં સાવ એકલો બેઠો છે. આ વીડિયોને પદ્મિની પાછળ જઈ રહેલ એક બીજાં કાર ચાલક દ્વારા ઉતારવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ડ્રાઇવર વિના જ આ કાર આસાનીથી હાઇવે પર દોડી રહી છે તથા હાઇવે પર લેન પર આસાનીથી બદલી રહી છે તથા ઓવરટેક પણ કરી રહી છે.

ટૈગોર ચેરીએ ફેસબુક પર આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે,-આજે કેટલાક લોકોએ એક વ્યક્તિને યાત્રીની સીટ પર બેસીને પોતાની પદ્મિની કાર ચલાવતો જોયો. લોકો અસમંજસમાં હતા કે, એ આવું કેવી રીતે કરી રહ્યો છે? કાર આપમેળે કેવી રીતે ચાલી શકે? તમે વીડિયો જોઈ શકો છો.

હકીકતમાં કોણ કાર ચલાવી રહ્યું છે?
હકીકતમાં તો ડ્રાઇવરની બાજુની સીટમાં બેઠેલ વ્યક્તિ જ કાર ચલાવી રહી છે. એ પોતાનો જમણા હાથથી કારનું સ્ટીયરિંગ પર નિયંત્રણ રાખી રહ્યો છે, આવું કરતી વખતે તે ખૂબ જ શાંત છે. જેનાથી તે સહજ દેખાઈ રહ્યો છે. સ્ટીયરિંગ વ્હીલની અંદર ગિયર લગાવવામાં આવે છે.

એક વખત જ્યારે આ વ્યક્તિ ટૉપ ગિયર પર હાઇવે પર પહોંચી ગયો તો એણે ડ્રાઇવર સીટની બાજુની સીટમાં જઈને બેસીને એક્સલેરેશન પેડલનો ઉપયોગ કર્યો. જોનાર લોકોને એવું લાગઈ રહ્યું છે કે, કાર આપમેળે ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "હાઈવે પર ડ્રાઇવર વિના જ દોડી રહી છે આ કાર, વિશ્વાસ ન આવે તો જુઓ વિડીયો… "

Leave a comment

Your email address will not be published.


*