નજીવી બાબતમાં એક મહિલાએ જાહેરમાં જ રસ્તા વચ્ચે રીક્ષા ચાલકને ચપ્પલ વડે માર્યો ઢોર માર- જુઓ વિડિયો

લખનૌ: સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે…

લખનૌ: સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

આ દિવસોમાં ઇન્ટરનેટ અમેઝિંગ વીડિયોનો ખજાનો બની ગયું છે. કેટલાક લોકો તેમની હરકતોને કારણે સોશિયલ મીડિયા પર એક જ પલમાં વાયરલ થઈ જાય છે. લખનૌની વાઈરલ ગર્લ પ્રિયદર્શિનીના વાયરલ સમાચારો હજુ પુરા થયા નથી ત્યાં એક મહિલાનો વિડીયો સામે આવ્યો છે. મહિલા સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેણે જાહેરમાં જ રસ્તા વચ્ચે રીક્ષા ચાલકને ચપ્પલ વડે ઢોર માર માર્યો હતો.

સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લખનૌ કુટિલ કલ્વર્ટ ચોકડી પર શૂટ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં એક ટેમ્પો ચાલક દેખાય છે, જે ટેમ્પોમાંથી નીચે ઉતરીને બે યુવકોની ફરિયાદ ત્યાં હાજર ટ્રાફિક પોલીસને કરી રહ્યો છે. ટેમ્પોના ભાડાને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બીજી સ્ત્રી પણ ત્યાં આવી પોહચી.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઓટો ડ્રાઈવર બે પુરુષો પાસેથી સંપૂર્ણ ભાડું માંગી રહ્યો છે, જ્યારે સાડી પહેરેલી મહિલા આવે છે અને જાહેરમાં જ રસ્તા વચ્ચે રીક્ષા ચાલકને ચપ્પલ વડે ઢોર માર મારે છે. આ દરમિયાન ઓટો ડ્રાઈવર ત્યાં હાજર ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડઝ પાસે મદદ માંગતો રહ્યો. અત્યાર સુધી આ મામલે કોઈએ ફરિયાદ નોંધાવી નથી. મહિલાને ચંપલથી મારતા જોઈને પાસે ઉભેલા પોલીસકર્મીઓ આ ઝઘડાને શાંત કરવા આગળ આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *