સાડીમાં મહિલાએ એવા ખેલ કર્યા કે, વાયુવેગે વાયરલ થઇ ગયો વિડીયો- લાખો લોકો કરી રહ્યા છે વખાણ!

સોસિયલ મીડિયા પર કેટલાક આશ્વર્યજનક તથા રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયોને જોઈ લોકો આશ્વર્યમાં મુકાઈ જતા હોય છે ત્યારે હાલમાં પણ આવો…

સોસિયલ મીડિયા પર કેટલાક આશ્વર્યજનક તથા રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયોને જોઈ લોકો આશ્વર્યમાં મુકાઈ જતા હોય છે ત્યારે હાલમાં પણ આવો જ એક વિડીયો સામે આવ્યો છે. આવો જાણીએ આ વિડીયો વિશે વિગતવાર…

હાલના સમયની મહિલાઓ ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. તેઓ ખૂબ જ મુશ્કેલ પરાક્રમો પણ આસાનીથી પૂર્ણ કરી શકે છે. સોશ્યલ મીડિયા પર આવી જ એક મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ મહિલા સાડી પહેરીને લોકોને આશ્વર્ય થાય એવું પરાક્રમ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો લોકોને મહિલા સશક્તિકરણનો સકારાત્મક સંદેશ આપી રહ્યો છે.

સાડીમાં કર્યું બેક ફ્લિપ:
ફેસબુક પર નીતેશ મિશ્રા નામના વ્યક્તિએ મહિલાનો વીડિયો શેર કર્યો છે કે, જેમાં મહિલા સાડી પહેરીને બેકફ્લિપ કરતી જોવા મળી રહી છે. તમાં લોકો એનું પરાક્રમ જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આ વીડિયો જોયા પછી એના પર વિશ્વાસ કરવો ખુબ મુશ્કેલ થઈ રહ્યો છે. સાડીમાં બેકફ્લિપ કરવું એ આસાન નથી પણ આ મહિલા કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહી નથી.

લોકોએ ઓલિમ્પિક્સમાં જવાનું કર્યું સૂચન:
આ વિડિઓના કેપ્શનમાં લખ્યું છે કે, આમને તો ઓલિમ્પિક્સમાં હોવું જોઈએ. જય નારીશક્તિ. આ વીડિયોને જોઈ સોશ્યલ મીડિયા પર લોકો મહિલાની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. આની સાથે-સાથે લોકો તેને ઓલિમ્પિકમાં જવાનું સૂચન પણ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોને જોઈ એટલું સમજી શકાય છે કે, જો મનમાં ઉત્સાહ તેમજ કંઈક કરવાની ધગજ હોય તો ઉંમર, સ્થળ, વસ્ત્ર તથા તાલીમ જેવી કોઈ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *