વ્યક્તિ ચાલુ ટ્રેનમાંથી બહાર નીકળીને કરી રહ્યો છે ખૌફનાક સ્ટંટ- હિંમતવાળા લોકો જ જુએ આ વિડીયો

Published on Trishul News at 4:10 PM, Sat, 18 September 2021

Last modified on September 18th, 2021 at 4:10 PM

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.

આપણે સૌ જાણીએ છીએ કે, આજકાલના યુવાનો કંઈ અલગ પ્રકારના સ્ટંટ કરવામાં પોતાના જીવની પણ પરવાહ કરતા નથી. કેમ કે તેમને આ ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયામાં ફટાફટ ફેમસ થવું છે. ત્યારે ફેમસ થવાના ચક્કરમાં યુવાનો ઘણી વાર  તો એવી હરકતો કરી નાખતા હોય છે. જેને જોઈને લોકો પણ ચોંકી જાય છે. ઘણી વાર આવા લોકો પોતાના જીવની પણ પરવાહ કરતા નથી અને સ્ટંટ કરવામાં પાછા પડતા નથી. ત્યારે હાલમાં જ આવો એક ખતરનાક વીડિયો સામે આવ્યો છે. જે વિડીયોને જોઇને સૌ કોઈ લોકોની આખો પહોળી થઇ ગઈ છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો, બે વ્યક્તિઓ સ્ટંટ કરતા ટ્રેનના દરવાજા પર લટકી રહ્યા છે. બાદમાં ટ્રેનની બહાર લટકીને અલગ અલગ પ્રકારના સ્ટંટ કરતા દેખાય છે. જેમાંથી એક તો ક્યારેય વિજળીના થાંભલાને પણ ચાલૂ ટ્રેન પકડવાની કોશિશ કરી રહ્યો છે, તો વળી ક્યારેક થોડીવાર ચાલૂ ટ્રેને જ પુલ પર દોડી વળી ટ્રેનને પકડી લે છે. આ વ્યક્તિઓને જોતા તો એવું લાગે છે કે, આ લોકો પાસે જાણે બીજી જિંદગી હોય.

આ ખતરનાક વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, મિત્રો ભગવાને જિંદગી એક વાર આપી છે, તો જિંદગીને આવી રીતે ન જીવો. અમે તમને જણાવી દઈએ દઈએ કે, આ વીડિયો જોયા બાદ જેટલા પણ લોકોએ કમેન્ટમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે, તે તમામ લોકો આને ખોટુ ગણાવી રહ્યા છે. આ પ્રકારના સ્ટંટ હંમેશા મોતને સામેથી આમંત્રણ આપતા હોય છે. પોતાના જીવ સાથે આ પ્રકારે રમવું ખુબ જ ખતરનાક છે.

અમે પણ આપને વિનંતી કરી રહ્યા છે આ પ્રકારના સ્ટંટ ક્યારેય પણ કરવા જોઈએ નહીં. જીંદગી એક વાર મળી છે તો તેને આનંદ અને મોજથી જીવો, કઈક સારા કામ કરીને જિંદગી જીવો. ભગવાને અમુલ્ય જીંદગી આપી છે તો મોજથી જીવો. ક્ષણભરનો આનંદ આપણા પરિવારને હમેંશા માટે દુ:ખનો દરિયો આપીને જાય છે. કેમ કે આપણા એકની જિંદગી પાછળ કેટલાય લોકોની હસી ખુશી જોડાયેલી હોય છે. તેમનો પણ થોડો વિચાર કરીએ અને આપણી જિંદગી જીવીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વ્યક્તિ ચાલુ ટ્રેનમાંથી બહાર નીકળીને કરી રહ્યો છે ખૌફનાક સ્ટંટ- હિંમતવાળા લોકો જ જુએ આ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*