પતિને નાચતો જોઈ પત્નીએ રોષે ભરાઈને જાહેરમાં જ પતિને ડંડો લઈ મારવા દોડી અને પછી…- જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર અવારનવાર એવાં કેટલાક વિડીયો વાયરલ થતાં હોય છે કે, જેને જોઈ કેટલાંક લોકો આશ્વર્યમાં મુકાઈ જતાં હોય છે. સોશિયલ મીડિયા પર આમ…

સોશિયલ મીડિયા પર અવારનવાર એવાં કેટલાક વિડીયો વાયરલ થતાં હોય છે કે, જેને જોઈ કેટલાંક લોકો આશ્વર્યમાં મુકાઈ જતાં હોય છે. સોશિયલ મીડિયા પર આમ તો તમે પતિ પત્નીના કેટલાંક વીડિયો જોયા હશે પણ હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો છે કે, જેને જોઈને તમે હસવું રોકી શકશો નહીં.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે કે, જેને જોઈને હસી હસીને બેવડા વળી જશો. આ વીડિયો એક વૃદ્ધ દંપત્તિનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વૃદ્ધ વ્યક્તિ DJ પર ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહ્યા છે.

અચાનક ત્યારે જ ગુસ્સે ભરાયેલી પત્ની લાકડી લઈને આવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે તેમજ ખુબ જોવાઈ રહ્યો છે. જેવી વૃદ્ધની નજર તેમની પત્ની પર પડે છે કે, તેઓ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગે છે. પતિને ભાગતા જોઈને પત્ની પણ તેમની પાછળ ભાગે છે.

આ વીડિયોને વિરેન્દ્ર સહેવાગ દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આની સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, આયુ અસ્થાયી છે, પત્નીની લાકડી સ્થાયી છે. આની સાથે જ તેમણે #biwifear #sameoldstory #husbandwife #somethingsdontchange જેવા ટેગ પણ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *