રોડ વચ્ચે આ યુવકે સાઇકલથી કર્યા એવાં ખતરનાક સ્ટન્ટ કે, લોકો મોંમાં આંગળા નાંખી ગયાં -જુઓ વિડીયો   

સોશિયલ મીડિયામાં ઘણીવાર એવી ઘટનાઓ તેમજ વિડીયો સામે આવતાં હોય છે, જેને જોતાની સાથે જ ઘણાં લોકોને નવાઈ લગતી હોય છે. હાલમાં પણ આવો જ…

સોશિયલ મીડિયામાં ઘણીવાર એવી ઘટનાઓ તેમજ વિડીયો સામે આવતાં હોય છે, જેને જોતાની સાથે જ ઘણાં લોકોને નવાઈ લગતી હોય છે. હાલમાં પણ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાઇકલ એ એક એવું વાહન છે કે, જેને અંદાજે બધાં જ લોકોએ ચલાવેલી હોય છે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે, જેઓ આ સાઇકલની સાથે એટલા રચ્યા-પચ્યા રહેતાં હોય છે કે, આ સાઇકલથી ખતરનાક સ્ટન્ટ પણ કરતાં રહેતાં હોય છે.

સામાન્ય વ્યક્તિ આ સ્ટન્ટને કરવાનું વિચારી પણ ન શકે. આવાં જ એક છોકરાનો સ્ટન્ટ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ છોકરો રોડની વચ્ચે પોતાની સાઇકલથી ખૂબ જ ખતરનાક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ઘણાં લોકો પસંદ કરી રહ્યા છે.

જે છોકરાનો સાઇકલ સાથેનાં સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એનું નામ મોહિદ સૈફ શેખ છે. એ સાઇકલથી સ્ટન્ટ કરવામાં માહેર છે. શેખ પોતાની સાઇકલથી સ્ટન્ટ કરે છે તેમજ એનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. હાલમાં જ એણે પોતાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે.

ત્યારપછી એ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં મોહિદ સૈફ શેખ રોડ પર પોતાની સાઇકલ સાથે જોવાં મળી રહ્યો છે. આ દરમિયાન રોડ પર સાઇકલથી સ્ટન્ટ કરી રહ્યો છે. એ ખૂબ જ ખતરનાક સ્ટન્ટ કરી રહ્યો છે. એને કરવા માટે લોકોને ખૂબ જ પ્રેક્ટિસની જરૂર પડતી હોય છે.

જો કે, સોશિયલ મીડિયા પર સ્ટન્ટનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એને અત્યાર સુધીમાં કુલ 7.72 લાખ લાઇક્સ મળી ચૂકી છે. આની સાથે જ ઘણાં લોકો આ વીડિયો પર કોમેન્ટ પણ કરી ચૂક્યા છે.શેખ દ્વારા બતાવવામાં આવી રહેલ સ્ટન્ટ ખૂબ જ ખતરનાક તથા જોખમી છે. એને કરવા માટે ખુબ જ પ્રેક્ટિસની જરૂર પડતી હોય છે તેમજ કોઈની ગાઇડલાઇન્સ લીધા વિના એને કરવા માટે જીવને જોખમ રૂપ પણ બની શકે છે.

 

View this post on Instagram

 

Ride Everyday??? #reels #video #teamd17 #saifbmx #feature #imstagram #reelkofeelkaro #bmxindia #flatlandtrick

A post shared by ?MOHD SAIF SHAIKH? (@saifbmx_official) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *