વિરાટ કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ, બનાવ્યા વનડેમાં સૌથી ઝડપી 10 હજાર રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે પાંચ મેચોની વનડે સિરીઝની બીજી મેચમાં વિશાખાપટનમના એસ.એ.વી.ડી.સી.એ સ્ટેડિયમમાં રમાય છે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરીને ભારતીય ટીમએ વેસ્ટ ઇન્ડિઝ ને 322 રન નો વિશાળ લક્ષ્ય આપ્યું છે.

વિરાટ કોહલીએ 81 રન બનાવતાની સાથે 205 ઈનિંગમાં 10 હજાર રન પૂરા કરી દીધા છે. સચિન તેંડુલકરે 31 માર્ચ 2001એ 259 ઇનિંગમાં 10 હજાર રન બનાવ્યા હતા.આ રીતે જોઈએ તો વિરાટ કોહલીએ 54 ઇનિંગ ઓછા રમી છે.  વિરાટ કોહલી એ 50મી ઓવર સુધી નોટ આઉટ રહીને 129 બોલમાં 157 રન બનાવ્યા.

વનડે ક્રિકેટમાં સૌથી રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. જેમને કુલ 18426 રન બનાવ્યા છે. આ બાદ શ્રીલંકાના કુમાર સંગાકારા (14234), ઓસ્ટ્રેલિયાના રિકી પોટિંગ (13704), શ્રીલંકાના જયસૂયા (13430) અને મહેલા જયવર્ધનના (12650), પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈઝમામ ઉલ હકા (11739) રન છે.

Facebook Comments