સિરીઝ પહેલા જ વિરાટ કોહલી કોરોના પોઝીટીવ? જાણો શું છે હકીકત

Published on: 3:51 pm, Wed, 22 June 22

ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોરોનાની કાળી નજર પડી છે. ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડ પહોંચે તે પહેલા જ રવિચંદ્રન અશ્વિન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, પરંતુ હવે તે ફિટ છે.

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી માલદીવથી રજાઓ પર આવ્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ત્યાં સુધીમાં વિરાટ કોહલી ફિટ થઈ ગયો હતો.

BCCI તરફથી જવાબ
આ અહેવાલો પર કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પરંતુ હવે બીસીસીઆઈના ટ્રેઝરર અરુણ ધૂમલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીના કોરોના પોઝિટિવ હોવાના મામલે અરુણ ધૂમલે કહ્યું કે ‘તે મારી જાણકારીમાં નથી, વિરાટ સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ છે.’

અરુણ ધૂમલે સ્પષ્ટતા કરી છે કે, તેમની તરફથી ખેલાડીઓને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. કારણ કે ઈંગ્લેન્ડમાં કોઈ બાયો-બબલ નથી, ખેલાડીઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરીને કંઈપણ કરી શકે છે. કોરોનાને લઈને અમારી ટીમના કેમ્પમાં કોઈ સમસ્યા નથી, દરેક વ્યક્તિ ફિટ છે અને મેચ રમવા માટે તૈયાર છે.

તાજેતરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, BCCIએ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની તસવીરો ફરતી થઈ હતી, જેમાં તેઓ ફેન્સ સાથે તસવીરો ક્લિક કરી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ટીમ ઈન્ડિયા 16 જૂને જ ઈંગ્લેન્ડ પહોંચી હતી. ભારતીય ટીમે 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. ટેસ્ટ મેચ ઉપરાંત ત્રણ મેચની T20 સીરીઝ અને ત્રણ મેચની ODI સીરીઝ પણ યોજાવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.