અનુષ્કા શર્માએ પ્રેગનેન્સીમાં પણ વિરાટ કોહલી સાથે મળીને કર્યું એવું કે, ધડાધડ વાયરલ થઈ તસ્વીર

Published on: 10:08 am, Wed, 2 December 20

હાલમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં સમાચાર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યાં છે. વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં તે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. એડિલેડ ટેસ્ટ પછી આ મહિને તે સ્વદેશ પરત ફરશે.

કારણ કે, તેમની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરી વર્ષ 2021માં પ્રથમ સંતાનને જન્મ આપવાની છે.  હાલમાં વિરાટ પત્નીથી દૂર છે પણ અનુષ્કા શર્મા સતત તેને યાદ કરી રહ્યો છે. મંગળવારે બોલીવુડ અભિનેત્રીએ તે ખુશનુમા પળોને યાદ કરી હતી કે, જે તેણે પતિની સાથે વીતાવી હતી.

તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે ગર્ભાવસ્થા દરમિયાન શીર્ષાસન કરી રહી છે તેમજ વિરાટ કોહલી તેના પગ પકડીને તેને મદ કરી રહ્યો છે. અનુષ્કાએ લખ્યું હતું કે, આ હેન્ડ્સ ડાઉન તથા લેગ્સ અપ એક્સસાઈઝ છે. યોગ મારા જીવનનો મોટો હિસ્સો છે.

મારા ડોક્ટરે મને જણાવ્યું છે કે, હું એવા તમામ આસન કરી શકું છું કે, જેમાં બહુ વધારે ટ્વિસ્ટ કરવાનું ન હોય અથવા તો આગળ ઝૂકવાનું ન હોય પરંતુ સ્પષ્ટ રીતે સટીક તેમજ જરૂરી સપોર્ટ સાથે. શીર્ષાસન માટે, જે હું કેટલાય વર્ષોથી કરું છું. અનુષ્કાએ વધુમાં જણાવ્યું હતું કે, મે એ વાતની તસલ્લી કરી લીધી છે કે, દીવાલને આધાર તરીકે ઉપયોગમાં લઈને મારા ખુબ સક્ષમ પતિ મને બેલેન્સ બનાવવામાં મદદ કરતાં હતાં.

જેને કારણે મને વધારે સુરક્ષા મળે. આ મે મારા યોગ ગુરુ ઈફા શ્રોફના સંરક્ષણમાં કર્યું હતું કે, જે સેશન દરમિયાન વર્ચ્યુલ રીતે મારી સાથે હતી. મને ખુબ આનંદ છે કે, હું પ્રેગનન્સી દરમિયાન પણ મારી પ્રેક્ટિસ ચાલુ રાખી શકી છું. થોડા સમય પહેલા જ વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માએ પ્રેગનન્સીની જાણ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.

બંનેએ કહ્યું હતું કે, તેઓ આગામી વર્ષની શરૂઆતમાં 2 વ્યક્તિમાંથી 3 થવા માટે જઈ રહ્યા છે. આ જ કારણ છે કે, વિરાટ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિરીઝની છેલ્લી 3 ટેસ્ટ રમી શકશે નહીં. BCCI દ્વારા તેને પેટરનિટી લીવ આપવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle