જાણો વિશ્વની દરેક ક્રિકેટ ટીમના કેપ્ટનોને કેટલો પગાર મળે છે? વિરાટ કોહલી બીજા સ્થાને…

Published on: 10:47 am, Tue, 25 May 21

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વના સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી છે. ફોર્બ્સની 2020 ની યાદી મુજબ વિરાટ વિશ્વના 100 સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં એકમાત્ર ક્રિકેટર છે. પરંતુ જ્યારે ક્રિકેટના કેપ્ટનના પગારની વાત આવે છે, ત્યારે કોહલી ન્હીયા ઘણો પાછળ છે. વિશ્વના દરેક ક્રિકેટ ટીમના કેપ્ટનોનો પગાર અહિયાં દર્શાવવામાં આવ્યો છે, જેમાં વિરાટ કોહલી પહેના નંબરે નથી પરંતુ બીજી જ ટીમનો કેપ્ટન પહેલા નંબરે આવે છે.

એક નવા અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ પગાર ઈંગ્લેન્ડના ટેસ્ટ ટીમનો કેપ્ટન જો રૂટનો છે. આ યાદીમાં બીજા નંબર પર વિરાટ કોહલી છે. ઓસ્ટ્રેલિયાના મર્યાદિત ઓવર્સના કેપ્ટન એરોન ફિંચ અને ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેન સંયુક્ત રીતે ત્રીજા નંબરે આવે છે.

જો રુટ: સૌથી વધુ પગાર મેળવનારા કેપ્ટનની યાદીમાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન જો રૂટ પ્રથમ ક્રમે છે. ‘ધ ક્રિકેટ ડોટ કોમ ડોટ યુ’ ના અનુસાર, ઇસીબી ટેસ્ટ કરાર હેઠળ, ગ્રેડ-એ સાથેના ખેલાડીઓને લગભગ 7.22 કરોડનો પગાર આપવામાં આવે છે. જો રુટ સિવાય, ઝડપી બોલર જોફ્રા આર્ચર પણ આ યાદીમાં ટેસ્ટના ગ્રેડ-એ કરારમાં આવે છે.

વિરાટ કોહલી: તે જ સમયે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીને બીસીસીઆઈ તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. તે બોર્ડના એ+ ગ્રેડ કરારમાં આવે છે. કોહલી ઉપરાંત રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ પણ આ યાદીમાં સામેલ છે. આ બંને ખેલાડીઓ બીસીસીઆઈ તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા પણ મેળવે છે.

ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ અને ટિમ પેન સૌથી વધુ કમાણી કરનારા કેપ્ટનની યાદીમાં ત્રીજા નંબરે છે. આ બંને ખેલાડીઓનો વાર્ષિક પગાર 8.8 કરોડ છે. તે જ સમયે, સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન ડીન એલ્ગર વાર્ષિક 2 કરોડની આવક સાથે ચોથા સ્થાને છે. છઠ્ઠા ક્રમે દક્ષિણ આફ્રિકાના તેનબા બાવુમા છે. તે વનડે અને ટી 20 ટીમનો કેપ્ટન છે. બાવુમાનું વાર્ષિક પગાર 2.5 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.