રોહિત-કોહલીની હકાલપટ્ટી કરવાની તૈયારીમાં BCCI? એક વર્ષમાં કેપ્ટન સહીત બદલાઈ જશે ટીમ ઇન્ડિયા

Team India T20 World Cup 2022: T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે રડાર પર છે. ભારતીય…

Team India T20 World Cup 2022: T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે રડાર પર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે સંપૂર્ણ કડક વલણ અપનાવવાના મૂડમાં છે. હવે એક વર્ષમાં ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને કહ્યું કે સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક માટે આ છેલ્લો વર્લ્ડ કપ હશે. આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ ધીમે ધીમે ટીમમાંથી બહાર કરવામાં આવશે. જોકે, નિવૃત્તિનો નિર્ણય ખેલાડીએ જ લેવો પડશે.

ભવિષ્યનો કેપ્ટન બની શકે છે હાર્દિક પંડ્યા
તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ સામેની કારમી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા. ત્યારબાદ કોચ રાહુલ દ્રવિડ દ્વારા તેને સાંત્વના આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી T20 વર્લ્ડ કપ હવે બે વર્ષ બાદ યોજાવાનો છે. આવી સ્થિતિમાં BCCIને હાર્દિક પંડ્યામાં ભાવિ કેપ્ટનની ઝલક જોવા મળી રહી છે. એટલે કે સ્પષ્ટ છે કે આગામી T20 અને ODI કેપ્ટન હાર્દિક જ બની શકે છે.

નિવૃત્તિ ખેલાડીનો વ્યક્તિગત નિર્ણય
સૂત્રોએ કહ્યું, ‘બીસીસીઆઈ કોઈને નિવૃત્ત થવા માટે નહીં કહે. આ એક વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ હા, જો આપણે 2023 સુધીના આગામી T20 વર્લ્ડ કપની વાત કરીએ તો ત્યાં સુધીમાં મોટા ભાગના સિનિયર ખેલાડીઓ ટેસ્ટ અને વનડે રમતા જોવા મળશે. જો તમે ઇચ્છતા ન હોવ, તો તમારે નિવૃત્તિની જાહેરાત કરવાની જરૂર નથી. પરંતુ તમે આવતા વર્ષે T20માં ઘણા સિનિયર ખેલાડીઓને રમતા જોશો નહીં.

જો કે, જ્યારે રાહુલ દ્રવિડને કોહલી અને રોહિત જેવા વરિષ્ઠ ખેલાડીઓના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “સેમી-ફાઇનલ મેચ પછી તરત જ તેના વિશે વાત કરવી ખૂબ જ વહેલું છે.” આ ખેલાડીઓ અમારા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તમે કહ્યું તેમ, અમારી પાસે હજુ પણ બદલવા કે વિચારવા માટે ઘણો સમય છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *