ગઈકાલે ઈંગ્લેન્ડ સામે મળેલી શરમજનક હાર બાદ વિરાટ કોહલીએ કરી પોતાના દિલની વાત- જાણો શું કહ્યું?

રમત-ગમત(Sports): ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli)એ ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ(T20 World Cup)ની સેમીફાઈનલમાં મળેલી હાર બાદ પોતાના દિલની વાત…

રમત-ગમત(Sports): ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli)એ ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ(T20 World Cup)ની સેમીફાઈનલમાં મળેલી હાર બાદ પોતાના દિલની વાત લખી છે. વિરાટના શબ્દો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલો નિરાશ અને ભાવુક થઈને ઘરે પરત ફરી રહ્યો છે. ગુરુવારે એડિલેડ ઓવલ મેદાન પર રમાયેલી ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચમાં ભારત(India)ને ઈંગ્લેન્ડ(England)ના હાથે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડે ફાઈનલની ટિકિટ કાપી લીધી, જ્યાં તેનો મુકાબલો 13 નવેમ્બરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે થશે.

એડિલેડમાં શરમજનક હાર:
ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ મેદાનમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ધાકડ વિરાટ કોહલીના દમ પર 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. હાર્દિકે 33 બોલમાં 63 જ્યારે વિરાટે 40 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી ઈંગ્લેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 16 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન જોસ બટલરે 80 અને એલેક્સ હેલ્સે 86 રન બનાવ્યા હતા અને બંને અણનમ પરત ફર્યા હતા.

વિરાટ કોહલીએ કહી પોતાના દિલની વાત?
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ તમામ ક્રિકેટ પ્રેમીઓની જેમ ખૂબ જ નિરાશ દેખાતા હતા. તેણે ટ્વિટર પર ટીમ સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તમામ ખેલાડીઓ રાષ્ટ્રગીત માટે ઉભા જોવા મળી રહ્યા છે. વિરાટે લખ્યું, ‘અમે અમારું સપનું સાકાર કર્યા વગર જ નિરાશાની સાથે ઓસ્ટ્રેલિયા છોડી રહ્યા છીએ પરંતુ અમે એક ગ્રુપ તરીકે ઘણી યાદગાર ક્ષણો પાછી લઈ રહ્યા છીએ. અમારું લક્ષ્ય અહીંથી વધુ સારું બનવાનું છે.

વિરાટે ચાહકોનો માન્યો આભાર:
વિરાટ કોહલીએ આગળ લખ્યું, ‘સ્ટેડિયમમાં અમને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં આવેલા અમારા તમામ ચાહકોનો આભાર. આ જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કરવામાં હંમેશા ગર્વ અનુભવે છે. વિરાટે આ ટૂર્નામેન્ટમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 6 ઇનિંગ્સમાં કુલ 296 રન બનાવ્યા જેમાં 4 અડધી સદી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *