ગુજરાતની મહિલાએ નખ ઉપર PM મોદીનું સૌથી નાનું પોટ્રેટ ચિત્ર બનાવી લંડનમાં ડંકો વગાડ્યો- મેળવ્યું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

Smallest nail portrait of PM Modi: મહેસાણા (Mehsana)ના વિસનગર (Visanagar)માં મહિલા દ્વારા પોતાના નખ ઉપર પીંછી વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને સામાજિક…

Smallest nail portrait of PM Modi: મહેસાણા (Mehsana)ના વિસનગર (Visanagar)માં મહિલા દ્વારા પોતાના નખ ઉપર પીંછી વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને સામાજિક કાર્યકર મધર ટેરેસા (Mother Teresa)નું સૌથી નાનું પોટ્રેટ ચિત્ર (Smallest portrait picture) બનાવી લંડન (London)ના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ (Howard World Record)માં સ્થાન મેળવી અનોખી જ સિદ્ધી હાંસિલ કરી છે.

જો વાત કરવામાં આવે તો સત્યમેવ રેસીડેન્સીમાં રહેતાં અને મૂળ તરભ ગામનાં વ્યવસાયે શિક્ષિકા મિત્તલબેન ભાવિકભાઇ ચૌધરી દ્વારા પોતાના નખ ઉપર પીંછી વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત રત્ન મધર ટેરેસાનું સૌથી નાનું પોટ્રેટ ચિત્ર બનાવી લંડનના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પ્રોટ્રેટ ચિત્રની પસંદગી થતાં મેડલ અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મિત્તલબેને જણાવતા કહ્યું હતું કે, નખ ઉપર 1.6 સેન્ટીમીટર સાઇઝમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધર ટેરેસાનું પ્રોટ્રેટ માત્ર અડધા કલાકમાં બનાવી લંડનના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કર્યું હતું. જે ચિત્રને આ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જેમાં સૌથી અગત્યની બાબત તો એ છે કે, મોટાભાગે સૌથી નાનાં ચિત્રો પેન્સિલ અથવા પેનથી બનાવવામાં આવતાં હોય છે. પરંતુ, મેં નખ ઉપર સૌથી નાનું આ ચિત્ર પીંછીથી બનાવ્યું હોવાથી તેની પસંદગી થઇ હતી અને લંડનના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *