વિશ્વ ઉમિયાધામ આવેલા બાબા રામદેવે કહ્યું, પટેલો 10% દાન આ મંદિરને આપશે તો સમાજ શ્રેષ્ઠ બની જશે

Published on Trishul News at 11:23 AM, Mon, 20 June 2022

Last modified on June 20th, 2022 at 2:51 PM

ગઈકાલે વિશ્વ ઉમિયાધામ(Vishw aumiyadham)-જાસપુરમાં અમદાવાદ(Ahmedabad) ખાતે યોગગુરુ બાબા રામદેવજી(Yoga Guru Baba Ramdev)નું પાવન આગમન થયું હતું. પૂજ્ય બાબા રામદેવજીએ જગત જનની શ્રી ઉમિયા માતાજી(Umiya Mataji)ના નવનિર્મિત મંદિરની શીલાનું પૂજન કર્યું હતું. ત્યારબાદ સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલ(R.P.Patel) તેમજ ઉપપ્રમુખ પ્રહલાદભાઇ પટેલ કામેશ્વર તેમજ સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓની હાજરીમાં બાબા રામદેવજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિશ્વઉમિયાધામ ખાતે રામદેવજીએ ભાવ વિભોર થઈને પ્રવચન આપ્યું હતું. પ્રવચન દરમ્યાન ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને માં ઉમિયા પ્રત્યેની શ્રધ્ધા સમાજ પ્રત્યેની- દેશ પ્રત્યેની ભાવના તથા યોગ વિશે માહિતગાર કરી સર્વેને ભાવ વિભોર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.19 જુન 22ને રવિવારના રોજ બાબા રામદેવજી વિશ્વઉમિયાધામના મહેમાન બન્યા હતા.

અમદાવાદમાં વિશ્વઉમિયાધામ ખાતે પ્રવચન આપતા બાબા રામદેવે કહ્યું, “પટેલો 10% દાન આ મંદિરને આપશે તો સમાજ શ્રેષ્ઠ બની જશે. હું પટેલોના રોટાલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું. લેઉવા અને કડવા અલગ નથી, ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત થાઓ.”

વિશ્વઉમિયાધામ સનાતન ધર્મનું સૌથી ગૌરવપૂર્ણ ધામ છેઃ બાબા રામદેવ
બાબા રામદેવએ જગત જનની માં ઉમિયાના ચરણોમાં ભાવ વિભોર થઈને પ્રવચન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, આર.પી.પટેલ અને તેમની ટીમે ઉપાડેલું વિશ્વના સૌથી ઉંચા માં ઉમિયાના મંદિર નિર્માણનું કામ ભગીરથ કાર્ય છે. આ કાર્યમાં તમે સૌ જોડાઈ તમારી આવકના 6 થી 10 % દાન વિશ્વઉમિયાધામને આપો જેથી શ્રેષ્ઠ પાટીદાર સમાજનું નિર્માણ થાય.

વધુમાં તેમણે ઋણસ્વીકારતાં કહ્યું કે, હું પટેલ સમાજના રોટાલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું. મને મોટો કરવામાં પાટીદાર સમાજનું પ્રદાન છે. તો વધુમાં જણાવ્યું કે લેઉવા અને કડવા અલગ નથી, ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત થાય અને આગળ વધે. સમય સંગઠિત થવાનો છે. બધા એક જ છે. તથા વિશ્વઉમિયાધામ સનાતન ધર્મનું સૌથી ગૌરવપૂર્ણ ધામ છે.

વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું. જ્યાં સુધી વિશ્વઉમિયાધામનું નિર્માણ થાય ત્યાં સુધી વિશ્વની વિભુતિઓ જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરતી રહે અને માતાજીના દર્શને આવે જેથી તેમની ઉર્જા આ ભૂમિ પર સંચિત થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વિશ્વ ઉમિયાધામ આવેલા બાબા રામદેવે કહ્યું, પટેલો 10% દાન આ મંદિરને આપશે તો સમાજ શ્રેષ્ઠ બની જશે"

Leave a comment

Your email address will not be published.


*